જેડામાં ઊર્જા શિક્ષણ પ્રવૃતિ ને ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે ગત બે દાયકા દરમ્યાન જેડાએ વિદ્યાર્થીઓને માટે રસપ્રદ અર્થસભર વિવિધ સાહિત્ય પ્રવાહી શૈલીમા તૈયાર કર્યુ છે. બાળકોને રસપડે છે તે રીતે ઉર્જા શિક્ષણ કરવામા શિક્ષકોને પણ તે ઉપયોગી થઇ પડે. માહિતી પ્રદ પુસ્તિકાઓ, ઊજા વિશેની દંતકથાઓ, સ્થાનિક ધોરણે ઉપલબ્ધ ઓછા ખર્ચની સામગ્રીમાંથી વિજ્ઞાન પ્રોજેકટ તૈયાર કરવા એંગની નવીન વિભાવનાઓ અને કેટલીક રોમાચંક રમતો તેમજ ક્ષેત્રના અહેવાલો અવુ કંઇ કેટલુ જેડાએ તૈયાર કર્યુ છે.

બર્ડ સંપદા
એક નિષ્ણાત ઉર્જા રક્ષક બનવા માટે જરુરી માર્ગદશર્ન મળી રહે તે માટે વિપુલ સાહિત્ય વિકસાવવામાં આવ્યુ છે. જેડા અને પર્યાવરણીય ટેકનોલોજીના વપરાને પ્રોત્સાહિત કરતી અન્ય સંસ્થાઓ સ્વચ્છ અને કાર્યદક્ષ ઉર્જા ટેકનોલોજીના વપરાસ માટે સહુને પ્રેરવા ઉર્જા શિક્ષણ સપુટો પ્રસિદ્વ કરે છે. બર્ડના પ્રકાશનોમાં માહીતી સુગ્રથિત સારી રીતે ડિઝાઇન કરાયેલા છે અને ખાસ તો તેમને ઊર્જા રક્ષકોમાં કોને ગુજરાતને ઊર્જા બનાવવાના તમારા ઉદેસને હાસંલ કરવાસમર્થ બનાવશે.

જેડાની ફિલ્મો
સૂર્યકુકર ઊર્જાનો જાદુગર (ર૩ મીનીટ) ગુજરાતી
આ ફિલ્મોમાં વિભિન્ન વપરાશકારોની દ્રષ્ટિએ સુર્યકુકરનુ મુલવવામાં આવ છે તમાં સુર્યકુકરની વૈવિધ્યસભર ઉપયોગિતા અને બહુવિધ લાભ જણાવવામાં આવ્યા છે. સુર્યકુકર રાંધી, બાફી શેકીને ભૂંજી તો શકે જ છે.
વધુમાં તેમાં સુકવણી પણ કરી સકાય છે. માત્ર સુરજના તાપે રસોઇ કરતા સુર્યકુકરની કુદરતી મર્યાદાઓ હોવા છતાં સુર્યકુકરનો મહત્વ લાભ કેવી રીતે મેળવી સકાય તે આ ફિલ્લમાં દશાવાયુ છે.

સોનામાં સુગંધ (ર૭ મીનીટ)ગુજરાતી
આ ફીલ્મમાં ગુજરાતના પ્રશુસમદ્વ મહેસાણઆ જિલ્લાના ત્રણ સફળ સામુહીક બાયોગેસ પ્લાન્ટની કથા નીરુપિત છે. ફીલ્મમાં સામુહિક બાયોગેસ પ્લાન્ટ સફતાપુવર્ક ચલાવવામાં પડતી મુસ્કેલીઓ જેવી કે છાણ, એકઠુ કરવુ, રેકર્ડ રાખવાની કામગીરી, બળતણ કચરો અને સ્લરી, રબડીનું વિતરણ,ગેસ કેટલો સમય મે વગેરેના નિવારણ માટે સ્થાનિક લોકો સહયોગ અને બાયોગેસ સહાકરી મંડળીની અસરકારક સંચાલન વ્યવસ્થાની અત્ય સમજાવવામાં આવી છે. બાયોગેસ ટેકનોલોજી ગ્રામમહિલાઓ માટે આર્શીવાદ સમાન છે સાથે તે ગંદકી દુર કરી સ્વચ્છતા આપે છે. વધુમાં વધુ તે વધુ સવલતભર્યુ અને કાર્યદક્ષ રાંધણ બળતણ પુરુ પાડે છે.બાયોગેસ ખાતર પ્લાન્ટ રાંધણગેસની સાથે નાઇટ્રોજન સમૃદ્વ ખાતર પણ પુરુ પાડે છે.

ઊર્જામણિ (ર૬ મીનીટ) ગુજરાતી અને અંગ્રેજી
સુરજ એ બ્રહ્માંડનું શકિતગૃહ છે. આપણા જેવા ઉષ્ણ કટીબદ્વમાં આવેલ દે માટે સૌર ઊર્જા અપરંપાર ઊર્જાપુરી પાડે છે. ર, ઉદ્યોગ, કૃષિ અને ગામડાની ઊર્જા જરૂરીયાતોન પુરી પાડવા માટે તે પ્રદુષણ મુકત ઊર્જા પુરી પાડે છે. ફીલ્મમાં સુર્યકુકર,સોલર વોટર,હીટર, સોલર એર હીટીંગ સિસ્ટમ, સૌર સુકવણી, યંત્ર , લાકડા સુકવવા માટે સૌર ભઠ્ઠી, સોલર ફોટોવોલ્ટેઇક ટેકનોલોજીથી ચાલતા સાધનો જેવા કે સૌરફાનસ, સૌર પંપના ગુજરાતમાં સફળ ઉપયોગને નિરુપિત કરવામાં આવ્યો છે. ઉપર 1 થી ૩ હેઠળ દર્શાવેલ ત્રણેય ફિલ્મ એક જકેસેટમાં રૂ. ૧પ૦ ના ભાવે જેડા કાર્યાલયમાંથી ઉપલ્બધ થશે. ઉજાણી ફીલ્મની અંર્ગ્રેજી આવૃતિ રીચીંગ પોર ધ સન ર.૧૦૦ ના ભાવે ઉપલબ્ધ થશે.

વૃક્ષમાંથી ઊર્જા (ર૦ મીનીટ) ગુજરાતી
ગુજરાતમાં અંદાજે ૬૭ લાખ હેકટર જેટલી પડતર જમીન છે તેમાં ગાંડોબાવળ, નીગીરી, ઇઝરાયલી બાવળ જેવા ઝડપથી ગતા વૃક્ષો ઉગાડી ઊર્જાવાવેતર કરી શકાય. તેમાં ઉગી નીકળેલ ાસચારો પણ સ્થાનિક લોકોને ઉપયોગી થઇ પડે છે. વધુમા્‍ વાવેતર કરવાથી ઉજજડ જમીનની ઉત્પાદકતા પણ વધે. સ્થાનિક ધોરણે રોજગારી પુરી પાડી શકાય તે વધારામા ઊર્જા વાવેતરના આ સળા લાભોને જેડાએ કચ્છની પડતર જમીન પર હાથ ધરેલ વિવિધ ઉર્જા વાવેતર પ્રાયોજનાઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. વીડીયો ફીલ્મ તથા સ્લાઇડ્સ રુપે તે ઉપલબ્ધ છે. વીડીયો કેસટની કીમત ર.૧૦૦ છે.

અતુટ દોસ્તી (પ મીનીટ) માત્ર સંગીત
આ ફીલ્મમાં કોઇ ભાષા નથી માત્ર સંગીતનો સાથ લઇ આ ફિલમાં આદીવાસી કન્યાની વૃક્ષ સાથેની અતુટ દોસ્તીની વાત કરી ગ્રામજીવનમાં વૃક્ષોની ભુમિકા દર્વવામાં આવીછે.

નવો જમાનો નવી હરીફાઇ (૧૦મીનીટ)ગુજરાતી કાર્ટુન ફિલ્મ
કાચબા સસલાની પ્રખ્યાત કથા પર આધારિત આ ફિલ્મમાં કાચબા સસલાની જમાના જુની હરીફાઇને નવા પરીપ્રેક્ષ્યમાં રજુ કરવામાં આવી છે. ફિલ્મમાં કાચબો સુરજ, પવન, બાયોપાસની પુનઃપ્રાપ્ય ઊર્જાનુ પ્રતિનિત્વિ કરે છે તો સસલો કોલસો, પેટ્રોલ, ડીઝલ, ,કુદરતી ગેસની તેજ ઝડપી ઊર્જાનું પોતાની ડપી ચાલ પર મુસ્તાક સસલાભાઇ મેરેથોન દોડ માટે ગેસનુ જાકીટ , કોલસાની પાઇપ અને પેટ્રોલના જુતા પહેરી સજજ થયા છે. તો કાચબાભાઇ બાયોગેસ, પવનઊર્જા અને સોલર ફોટોવોલ્ટેઇક જેવી પુનઃપ્રાપ્ય ઊર્જાથી સજજ થઇ ધીમી મકક ચાલે આગળ વધી રહયા છે કાચબા સસલાની આ હરીફાઇમાં પણ આખે કાચબો જ વિજયી નીવડે છે. બાળકો માટે બનાવેલ ઉપર પ અને ૬ ક્રમાંક પર દર્શાવેલ બન્ને ફીલ્મો એક જ કેસેટમાં ર. ર૦૦ના ભાવે ઉપલબ્ધ છે.

કાળિયાના કરતુત (૧૦ મીનીટ) ગુજર કાર્ટૂ્ન ફીલ્મ
આ કાર્ટૂન ફીલ્મમાં કાળો રંગ અને સુરજની દોસ્તી કેવા કેવા ચમત્કારો સર્જી શકે છેતે દર્શાવાયુ છે એક પાગલ વૈજ્ઞાનિક પ્રયોગો રુપે તે દર્શાવ્યુ છે બીજા કોઇ રંગ નહી પણ કાળો રંગ સુરજની ઊર્જાને નાથવા માટે ઉપોયગી અને ટેકનોલોજીથી ણા આધુનિક સાધનો ચાલે છે. એમ અહી જણાવ્યુ છે. આ વીડીયો કેસેટ ર.ર૦૦ન ભાવે ઉપલબ્ધ છે.

ઊર્જાઃ એક વિકલ્પ (૧પ મીનીટ) ગુજરાતી અને અંગ્રેજી
આજે પુનઃ પ્રાપ્ય ઉર્જા ટેકનોલોજીનો એક સિદ્વ ટેકનોલોજી તરીકે સ્વીકાર થવા માંડયો છે. વિવિધ ઉદ્યોગોમાં તે નફાકારક પુરવાર થઇ છે. જેમકે પાણી, ગરમ કરવા અને વીજ ઉત્પાદન માટે ઉષ્મા ઊર્જાનો ઉપોયગ બાયોપાસ ગેસીપીકેસન,સોલર વોટર હીટર, સોલર એર હીટર, ફાજલ ગરમીનો ઉપયોગ કરતું સંયત્ર તથા પવનઊર્જા થકી વીજઉત્પાદન જેવી પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત ટેકનોલોજી આથિર્ક દ્રષ્ટિએ નભી સકે છે. એમ આ ફિલ્મમાં દર્શાવ્યુ છે. અગ્રણી ઉદ્યોગપતિઓના અનુભવો અને મંતવ્યોને ફીલ્મમાં સમાવાય છે. જે આ ફિલ્મનું બહુ મોટુ જમા પાસુ છે. આ વીડીયો કેસટ ર. ર૦૦ના ભાવે ઉપલબ્ધ છે.

સુરદ પ્રતિપ્રયાણ (૧પ મીનીટ) ગુજરાતી અને અંગ્રેજી
આ ફીલ્મમાં સુર્યકુકર, સોલર વોટર હીટર અને સૌર ફાનસ જેવી પુનઃ ઊર્જા ટેકનોલોજી આજના આધુનિક જીવનમાં રોજબરોજ કેટલીક ઉપયોગી છે. તથા તેના વપરાશથી સતત વ્યસ્ત રહેતી મહીલા, ર ઉપરાંત પોતાના માટે ફાજલ સમય મેળવી કે છે તેમ દર્શાવવામાં આવ્યુ છે. પુનઃપ્રાપ્યત ઊર્જા ટેકનોલોજી મહીલાને સવલત અને સુવિધા પુરી પાડે છે. સાથે સાથે તેને રસોડાની ચાર દીવાલોમાંથી પણ મુકિત આપે છે. ફીલ્માં રવપરાશમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ટેકનોલોજીની ઉપાયોગિતા દર્શાવવામાં આવી છે. વીડીયો ફીલ્મ ર.૧૦૦ના ભાવે ઉપલબ્ધ છે.

જેડાના પ્રકાશનો - ગ્રામવિકાસ ઊર્જા
પુસ્તિકામાં રસોઇ, કૃષિ,દીવાબત્તી, મનોરંજન એમ વિવિધ ક્ષેત્રનીગામડાની ઊર્જા જરુરીયાતો સ્થાનિક ધોરણે ઉપલ્બધ પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતા સાધનો વડે કેવી રીતે સંતોષી શકાય તેનુ સરળ શૈલીમાં નિરુપણ કરવામાં આવ્યુ છે. ઉપલબ્ધ ઊર્જાના કાર્યદક્ષ ઉપપયોગની વાતને પણ આમાં વણી લેવામાં આવી છે. ભારતના ગામડાની કાયાપલટ કરવાનુ આપણા હાથમાં છે તેવો સંદેો આ પુસ્તિકામાં પુરો પાડે છે.

સિંચાઇ માટે ઊર્જા રચના અને નિર્માણ
પુસ્તિકામાં કૃષિ ક્ષેત્રે પુનઃ પ્રાપ્ય ઊર્જા કેટલે અંશે સહાયભુત થઇ શકે તેની છણાવટ કરવામાં આવી છે. પવનચકકી, ગેસિફાયકસ સૌર પંપ હાઇડ્રેમ, જલપંપ, જેવા સિંચાઇ, ઉપયોગી પુનઃપ્રાપ્ય ઊર્જાસાધન અને ટપક સિંચાઇ, મલ્ચીંગ, એગ્રીફીલ્મ, જેવી નવીન પ્રવૃતિઓનુ સચિત્ર નિરુપણ કરવામાં આવ્યુ છે. કયા પ્રદેશમાં કયુ સાધન વધુ અનુકુળ રહે અને કયું સાધન કયાંથી મળી કે,જેવી માર્ગદર્શક માહિતી પણ આપવામાં આવી છે.

કુંભારનો સુધારેલો નિભાડો
ગુજરાતી અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તિકામાં માટી કામ કરતા કુંભારોના કારીગર સમાજ, તેમને હુન્નર તથા તેમના વ્યવસાય વિ તેમજ તેની સાથે સંકળાયેલ સામાજીક, આર્થિક સમસ્યાઓ વિશે વિગતવાર આલેખન કરવામાં આવ્યુ છે.પરંરાગત નિભાડાના સરખામીમાં આ સુધારેલા નિભાડામાં નાણા, સમય અને બળતણની બચત થાય છે. કુભાંર પોતે થતા નફામાં વધારો કેવી રીતે કરી શકે તે વિે આમાં માર્ગદર્શક માહિતી પુરી પાડવામાં આવી છે.

સુર્યકુકર માર્ગદર્શિકા
ગુજરાતી, અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તિકા સુર્યકુકરની રચના, તે કેવી રીતે વાપરવુ, તેની વિશિષ્‍ટ અને મર્યાદા તેનાથી થતા લાભ તેમજ સુર્યકુકરમાં બનતી વિવિધ શાકાહારી, માંસાહારી, વાનગીઓની રીત દર્શાવવામાં આવી છે. દરેક સુર્યકુકર ખરીદનારને આ પુસ્તિકા વિનામુલ્યે આપવામાં આવે છે.

સોલર ક્રુકરી બુક
ઊર્જા કટોકટીના આજના યુગમાં રોજીદા ભોજન અને ખાસ પ્રસંગે બનાવાતી વાનગીઓ બળતણ વગર સુર્યકુકરમાં કેવી રીતે બનાવી શકાય તે વિે આ પુસ્તક માર્ગદર્શન પુરુ પાડે છે. આ પુસ્તક રપ૦ થી વધુ રસીલી વાનગીઓના રસથાળ પીરસે છે.

બાયોગેસ ખાતર પ્લાન્ટ
પુસ્તિકા સરદાર પટેલ રીન્યુએબલ એનર્જી રિસર્ચ ઇનસ્ટીટયુટ, વલલ્ભવિદ્યાનગર દ્વારા હાથ ધરાયેલ સંશોધન પ્રાયોજનના આધારે તૈયાર કરવામાં આવી છે. ગ્રામવિકાસમાં બાયોગેસની ભુમિકા,જુદા જુદા કાચા માલ માટેના બાયોગેસ ખાતર પ્લાન્ટની ડિઝાઇન, બાયોગેસ ટેકનોલોજીની આજ સુધીની ગતિવિધ વિવિધ પ્રકારના બાયોગેસ પ્લાન્ટનું સંચાલન અને જાળવણી અને તેના આર્થિક પાસાની તુલનાત્મક માહિતી તેમજ પ્લાન્ટમાં બનતા બાયોગેસ તથા તેમાંથી નીકળતી રબડીના ઉપયોગ પર આ પુસ્તિકા પ્રકાશ ફેંકે છે.

કચરા ગેસ ખાતર પ્લાન્ટ
પુસ્તિકામાં આરોગ્યને હાનીકારક કચરાને આશીર્વાદમાં ફેરવી તેમાંથી વિવિધ લાભ કેવી રીતે મેળવવવા, કાચો માલ કયાંથી કેવો ને કેટલો મળી કે તેની, તથા કચરામાંથી બાયોગેસ અને ખાતર કેવી રીતે મેળવુ તેની સમજણ આપવામાં આવી છે. કચરા ગેસ ખાતર પ્લાન્ટનો વૈજ્ઞાનિક નિયમ તથા જીવાણુઓ દ્વારા કુદરતી પ્રક્રિયા કરવા માટે પ્રતિકુળ પરિસ્થિતિનું નિવારણ અને અનુકુલ પરિસ્થિતિનું નિર્માણ કરવા માણસે શું કામગીરી કરવાની છે તેની વિે છણાવટ તેમજ પ્લાન્ટના કાર્યદક્ષ સંચાલન માટે સંચાલકને માર્ગદશર્નરુપ વિગતો તથા આર્થિક દ્રષ્ટિએ કચરાગેસ ખાતર પ્લાન્ટની સક્ષમતા અને ઉપયોગિતા અંગે પર્યાપ્ત જાણકારી આ પુસ્તિકા પુરી પાડે છે.

ઊર્જા સથવારે ઉજજવળ ભાવિ
પુસ્‍તકમાં માનવજીવન અને વિકાસ માટે ઊર્જાની અગત્યતાસમજાવી ઊર્જાની ઓળખ, ઊર્જાના વિવિધ પ્રકારના સ્વરુપ અને ઊર્જાસ્‍ત્રોત તથા ઊર્જાના ઉપયોગનો ઇતિહાસ નિરુપવામાં આવ્યો છે. સાંપ્રતકામાં ઊર્જાનો કયાં,કેવો, કેટલો ઉપયોગ થાય ે તે પણ જણાવ્યુ છે. ઊર્જાની વાત કરતી વખતે તેના સામાજીક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, ટેકનીકલ અને પર્યાવરણીય આ સળા પાસાને આવરી લેવામાં આવ્યા છે. આપ કમાઇરુપ પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો અને બાપ કમાઇરુપ ખનીજ બળતણોની સરખામણી કરી જે તે કામ માટે યોગ્ય ઊર્જાની પસંદગી કરવા ‍અહી અનુરોધ કરાયો છે. વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા ટેકનોલોજીની શિદ સમજ પુરી પાડી છે. ર્જા સરંક્ષણ ઊર્જાના નવીનસ્ત્રોતની ગરજ સારે છે. એ બાબતે વિગતે સમજાવી છે. પુનઃપ્રાપ્ય ઊર્જા અ‍ંગે પાયાની જાણકારી મેળવવા ઇચ્છુક હરકોઇની જીજ્ઞાાનો ઉત્‍તર આપતું આ પુસ્તક નવશિક્ષિતો માટે ઊર્જાની બાળપોથી સમાન છે .

સમયનો તગાદો  પુનઃપ્રાપ્ય ઊર્જા
પુસ્તિકામાં ટતા જતા ખનીજ બળતણો અને તેના વપરાશથી વધતા જતા પર્યાવરણમાં પ્રદુષણના સંદર્ભમાં પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો આજના જમાનાનુ બળતણ છે એમ જણાવી વિવિધ પુન પ્રાપ્ય ઉર્જા સંયત્રો અંગે માહિતી આપવામાં આવી છે. ઊર્જા બચતની ‍અગત્ય સમજાવી કાર્યદક્ષ સાધનોની જાણકારી પુરી પાડી છે. ગુજરાતમાં કુલ કેટલા પ્રમાણમાં પુનઃપ્રાપ્ય ઉર્જા છે તે માહિતી પણ આપવામાં આવી છે.

ઊર્જા શાણા બનોઃ રમાં ઊર્જાબચત
પુસ્તિકામાં સોપાનબદ્વ યોજના દ્વારા રમાં થતા વીજવપરાશની નોંધ રાખી, વીજળી વેડફાતી હોય તે ક્ષેત્રો પર રોક લગાવી, વીજબીલમાં કેવી રીતે કાપ મુકી સકાય તે અંગે માર્ગદશર્ન આપવામાં આવ્યુ છે. રસોઇ, દીવાબત્તી, રનુ વાતાનુકુલ આ તમામ ક્ષેત્રે વપરાતા વિવિધ સાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવ્યુ છે.

સો વાતની એક વાત વાર્તા સંપુટ
મારુતીપુરાણ, વનદેવતાનુ વરદાન,સહુથી મોટુ પુણ્ય ઝાડ કાપો તો કોડીના રાખો તો સવા લાખના, મગરીની વાડી, આવરે વરસાદ, ધરતીને ચઢયોતાવ, દીપુએ દીઠી નવી દુનિયાકાળુડે કમાલ કરી સપંતિનો સાણપણ ભર્યો ઉપયોગ અને ટચુકપગા કાચબાની જીત આ અગિયાર વાર્તાઓના સંપુટમાં દંતકથા, પશુકથા, અને લોક કથાઓને આધાર તરીકે લઇ વૃક્ષોનુ મહત્વન સમજાવવામાં આવ્યુ છે. વર્ષા ચક્ર, પ્રકાશંસશ્લેણ જેવા વૈજ્ઞાનિક તથ્યોને રસભોગ્ય શૈલીમાં અહી વણી લેવામાં આવ્યા છે.

પર્યાય
ગુજરાતી, અંર્ગેજી બન્ને ભાષામાં પ્રસિધ્ધ થતા પર્યાય ન્યુઝલેટરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે પ્રાદેશિક, રાષ્ટ્રીય આને આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ટનાઓનો ચિતાર આલેખવામાં આવે છે. દર વર્ષે તેના બે અંક અનુક્રમે જાન્યુઆરી અને જુલાઇમાં પ્રસિધ્ધ થાય છે. આ ન્યુઝલેટરમાં જેડામાં જે તે સમય દરમ્યાન હાથ રાયેલ પ્રવૃતિઓ અને સધાયેલ પ્રગતિની વિગતો પણ વણી લેવામાં આવે છે.

ઊર્જા ટોક
પુનઃ પ્રાપ્ય ઊર્જા અને ઊર્જાસરંક્ષણ અંગેની માહિતીના પ્રચાર પ્રસારની જેડાની મહત્વની કામગીરી પાર પાડવા, શાળાથી સમાજ સુધી પહોચવાના ઉદ્દેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઊર્જા શિક્ષણ એગનો સંવાદ સાધવાજેો ઊર્જાટોક નામનું વાર્ષિક સામયિક શરુ કર્યુ છે. ગુજરાતી, અંગ્રેજી બન્ને ભાષામાં પ્રસિધ્ધ કરાનાર આ સામાયિકનો પ્રથમ અંક ટુક સમયમાં પ્રસિધ્ધ થશે.

બાળઊર્જા રક્ષક દળ માર્ગદર્શિક
આ પુસ્તિકામાં ઊર્જા બચત વધારવા અને વીજચોરી અટકાવવાના મુળ ઉદ્દેશથી શરુ કરાયેલ બાલ ઊર્જા રક્ષકદળ કાર્યક્રમની રુપરેખા તેની અષ્ટવિધ કાર્ય યોજના તેમજ ઊર્જા વીજળી, વીજ સલામતી, વિ પાયાની જરુરી માહિતી આપવામાં આવી છે. આ પુસ્તિકા ગુજરાતી, અંગ્રેજી,બન્ને ભાષામાં ઉપલબ્ધ છે.

સકિર્ટ ટાઇમ્સ
બાલઊર્જા રક્ષક દળનું આ ત્રિમાસિક ન્યુઝલેટર અંગ્રેજી, ગુજરાતી બન્ને ભાષામાં પ્રસિધ્ધ કરવામા આવેછે. આ ન્યુઝલેટર મારફત તમામ દળોને પોતાના અનુભવો અને સિધ્ધિઓ જાણવા સમજવાની તક મળશે. એ રીતે આ ન્યુઝ લેટર દરેક દળને વિચાર વિનિમય માટે  પુરા પાડે છે.

ખોવાયેલા યુનિટોનું રહસ્ય
આ પુસ્તિકામાં હાલમાં સમાજમાં વ્યાપકપણે પ્રવર્તતા વીજચોરીના દુષણને ડામવામાં બાલ ઉર્જા રક્ષકની ભુમિકા સમજાવવામાં આવી છે ગુજરાતની વીજપરિસ્થિતિનો ચિતાર પણ આલેખવામાં આવ્યો છે. પુસ્તિકા, અંગ્રેજી, ગુજરાતી બન્ને ભાષામાં ઉપલબ્ધ છે.

ઊર્જા સીમ...સીમ....
ગુજરાતી, અંગ્રેજી, બન્ને ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તિકામાં તમારાર, શાળા અને કાર્યાલય,સંસ્થા, દુકાન જેવા વાણિજય સંકુલોમાં ર્જા ઓડીટ કેવી રીતે હાથ ધરવુ એ વિશે વિગતવાર માર્ગદર્શ પુરુપાડવામાં આવ્યુ છે. પુસ્તિકામાં આપેલ જુદા જુદા ફોર્મ, ઓડીટ, મોજણી દરમ્યાન એકત્રીત કરેલ માહિતીની ગણતરી માટે સુવિધા પુરી પાડે છે.

ઊર્જા અને તમે પારસ્પરિક સી.ડી.
ધો. ૮ થી ૧ર વયજુથના બાળકો માટે પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઊર્જાસરંક્ષણ વિ,ય પર એક પારસ્પરિક સીડી બનાવી છે. આ સીડીમાં સુરજ, પવન, બાયોમાસ, અને જલ ઊર્જા તેમજ ઊર્જા સંરક્ષમ ના વિભાગો હેઠળ પાયાની માહિતી, તેની સંભવિતતા અને તેના વિવિધ ઉપયોગો અંગે બાલકોને ગમે અને સમજ પડે તે રીતે રજુઆત કરવામાં આવી ે. આ સીડીમાં જાતે કરો પ્રવૃતિ પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે પારિભાષિક શબ્દાવલિ, ઊર્જા રમતો અંગે એક વિભાગ અને ગુજરાતમાં પુનઃપ્રાપ્યત ઊર્જા પ્રોજેકટોને દ્રસ્ય પ્રવાસ એટલા મુળ વિભાગો છે. અંગ્રેજી, ગુજરાતી બન્ને ભાષામાં તૈયાર કરાયેલ સીડી સહુ કોઇને રસપડે તેવી છે.

બર્ડ સાથે જોડાયેલ દરેક શાળાને ઉપયોગી સાહિત્યનો એક સેટ પુરો પાડવામાં આવ્યો છે. અન્યથા લખ્યુ ન હોય તે તમામ પ્રકાશનો ગુજરાતી, અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ છે.
અલબત, ઇન્ટરનેટ, એ માહિતીનુ સંગ્રહસ્થાન છે. અને કેટલીક ઉપયોગી કડી પુરી પાડી છે જેની તમે મુલાકાત લઇ શકો છો.
શબ્દસુચિત તાત્કાલિક સંદર્ભ માટે હાથવગી રહે તે માટે સામેલ છે. જો તમારે કોઇ ખાસ માહિતી જરુર હોય તો તમે www.geda.org  અમારી વેબસાઇટ ની મુલાકાત લો અથવા તો જેડા વડોદરાના માહિતીકેન્દ્રનો સંપર્ક સાધો.

તમે પુસ્તકની સમીક્ષા લખી મોકલી શકો છો. ઊર્જા શિક્ષણ એગના રસપ્રદ સંશાધનોનો સહુને લાભ આપો. અને શ્રેષ્ઠ સમીક્ષાને પ્રસિધ્ધ કરીશુ સમીક્ષા વધુમાં વધુ રપ૦ શબ્દોમાં અંગ્રેજી અથવા ગુજરાતીમાં લખી મોકલી શકાે.
તમારી જાણમાં હોય તેવી નવી વેબસાઇટ વિશે પણ તમે લખી મોકલી શકો છો, જેથી સહુને તમારી જાણકારી કે માહિતીનો લાભ મળે.

 

 

   
   Always switch off the lights when you leave a room.

more...