|
|
 |
|
|
|
હોમ | ઊર્જા રમત |
|
મિત્રો. અહીં તમને
રસ પડે તેવા કેટલાક શૈક્ષણિક સાધનો ને રીતો આપી
છે. જે તમે અપનાવશો તો
પુનઃપ્રાપ્ય ઊર્જા અને ઊર્જાસરંક્ષ પગલાને સારી
રીતે સમજી શકશો.
વૈજ્ઞાનિક પદ્વતિ એટલે જાણકારી મેળવવાની એવી
રીત કે જે વૈજ્ઞાનિક સમજને વિકસાવવા માટે માળખુ
તૈયાર કરે, સમસ્યાને ઓળખીને એક ધારણા ગડે પ્રયોગની
ડિઝાઇન
બનાવીને પ્રયોગ કરે, માહિતી એકઠી કરે અને
તેના પરીણામોનુ પૃથ્થકરણ કરે. વૈજ્ઞાનિકો આ રીતે જ
સરળમાં સરળથી લઇને અતિ જટીલ પ્રશ્નોના ઉતર શોધતા
હોય છે આ આખીય
પ્રક્રીયાને કેટલાય સ્પષ્ટ
તબક્કાઓમાં વહેચી શકાય છે. |
|
રસનુ ક્ષેત્ર
નક્કી કરો
સૌ પ્રથમ એ
નક્કી કરો કે તમને વિજ્ઞાનના કયા
ક્ષેત્રમાં રસ છે. દા.ત. ભૌતિકશાસ્ત્ર,
જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઇજનેરી વગેરે
રસના ક્ષેત્રને એકદમ સ્પષ્ટ નાનુ બનાવો. દા.ત.
સૂર્યઊર્જા વનસ્પિત, પ્રાણી સૃષ્ટિ, પવનઊર્જા
વગેરે. |
|
માહિતી એકઠી કરો.
પોતાના અથવા બીજાઓએ કરેલા નિરીક્ષણો અને વિચારોના
આધારે આપણને દુનિયા વિશેનું જ્ઞાન મળે છે. વિજ્ઞાન
વિષયક સામયિકો, સરકારી દસ્તાવેજો અને પુસ્તકોમાં
આવા અનેક નિરીક્ષણો નોંધાયેલા મળે છે.
તમારા રસના ક્ષેત્ર વિશેની માહિતી તમારી શાળાના
પુસ્તકાલય અને અન્ય પુસ્તકાલયોમાંથી
શોધી કાઢો.
દા.ત. તમારા માતા કે પિતા
જ્યાં કામ કરતા હોય તે
સંસ્થાના પુસ્તકાલયમાં તમે જઇ શકો.
તમને કદાચ સમજાય નહી કે અમુક માહિતી કયાં મળી શકે
તો તમે ગ્રંથપાલને પુછી શકો. કાર્ડકેટલોગ, વાચક,
માર્ગદર્શિકા જેવી નોંધો પુસ્તકાલયમાં હોય છે. આ
સંદર્ભ
સામગ્રીનો ઉપયોગ કરીને માહિતી મેળવવાની
વ્યવસ્થિત પદ્વતિઓ જ અપનાવો.
મોટાભાગના વિજ્ઞાન વિષયક સામયિકો વિજ્ઞાનના કોઇ એક
જ ક્ષેત્રની માહિતી આપતા હોય છે. તો કેટલાક
સામયિકો વિવિધ ક્ષેત્રોની માહિતી આપતા હોય છે.
દા.ત. નેશનલ
જીયોગ્રાફિક કે સાયન્સ ટુડેમાં તમને
અનેક ક્ષેત્રો વિશેના લેખો વાંચવા મળે છે.
માહિતી ભેગી કરતી વખતે લેખના લેખકનુ નામ, લેખનું
શિર્ષક,
સામયિકનું નામ, પાના નંબર, વર્ષ, માસ જેવી
માહિતી ખાસ નોંધવી. નાના કાર્ડ પર આવી માહિતી
નોંધી
રાખવાનુ સારુ પડશે.
( નોટબુકમાં પણ લખી
શકાય) |
|
રસના ક્ષેત્રમાં પણ ચોક્કસ
સમસ્યા પસંદ કરોઃ
ઘણીવાર
એવુ બને છે કે સંશોધન કરનાર
ઘણા મોટા
ક્ષેત્રની માહિતી મેળવવા
પ્રયોગો કરે છે. આને
પરીણામે ગુંચવણો ઉભી છે. આમ કરવાને બદલે કોઇ ચોક્કસ
સમસ્યા પર સંશોધન કરવાનું નક્કી કરો. |
|
વધારે માહિતી મેળવો
જરૂર લાગે તો ફરીથી પુસ્તકાલયમાં જાઓ અને ચોક્કસ
વિષય સાથે સીધો સંબધ ધરાવતી માહિતી મેળવો. વિષય
અંગેની પુરક માહિતી કે પ્રયોગની કોઇ પદ્વતિમાં
સહાયક નીવડે તેવા વિચારો પણ શોધતા રહો. |
|
|
|
|