તમે એક વખત મારા ર અને શાળામાં કામગીરી આરંભી એટલે હવે તમારે જગત સમસ્તમાં તમારી કામગીરીનો વ્યાપ વિસ્તારવાનો છે. આપણે સહુ ઊર્જા વાપરી છી. એટલે કોઇ અપવાદ વગર આપણા સહુ માટે ઊર્જા બચાવો, નો સંદેશો ખુબ જ મહત્વનો છે. કેટલાક લોકો વધુ ઊર્જા વાપરે છે. તો વળી કેટલાક આપણા જેટલા નસીબદાર નથી હોતા.. તેમને માટે વીજળી દુર્લભ હોય છે તેમણે લાકડુ, છાણા, કેરોસીન જેવા ઓછા સુકર ઊર્જાસ્ત્રોતોથી પોતાનુ કામ ચલાવી લેવુ પડે છે.

ઊર્જા સરંક્ષણ સહુ કોઇને તેના જીવનની ગુણવત્તાના સુધારામાં મદદરૂપ થઇ શકે છે.

તમારો લક્ષ્યાંક સમગ્ર સમાજ છે, પરંતુ દરેકે દરેક જણનો સંપર્ક સાધવાનુ અશકય છે. તેથી શરૂઆત આપણા પાડોશીઓથી, નિકટવર્તી સમાજથી કરો. કોઇ વિસ્તાર, સમાજ કે રહેણાંક સોસાયટી અપનાવીને તે સ્થળે સન પ્રયત્ન કરો કે જેથી પરીણામ દેખી શકાય. ઊર્જા બચતના સાદા-સીધા, સહુને અપનાવવામાં સરળ પડે તેવા સુચનોના પ્રચારથી શરૂઆત કરો. તમે કોમ્પેકટ ફલુરોશન્ટ લેમ્પના વપરાશને પ્રોત્સાહન પુરુ પાડવાનુ કામ આરંભી શકો. અથવા દરેક જણને વીજળી બીલ કેવી રીતે વાંચવુ કે તે સમજાવો. સુર્યકુકરના વપરાશને પ્રોત્સાહીત કરો. રસોડામાં ઊર્જાબચત, ઝુંબેશ ઉપાડો, આવુ તો તમે કંઇ કેટલુયે કરી શકો. તમારે ઊર્જા બચતના કયા ક્ષેત્ર પર પ્રકાશ પાડવો છેતે શોધી કાઢો. તમારા સંદેશાને લોકો સુધી પહોચાડવા માટેના નવીન તકો ખોળી કાઢો. જેમ કે સામાજીક મેળાવડો, જયાં બગુ બધા લોકો એક સ્થળે એકત્રિત થાય છે.તમારા કામાં બીજાને પણ સાંકળો. તમે સ્થાનિક કેબલ ઓપરેટરનો સંપર્ક સાધી તેને ઊર્જા ફિલ્મો અને ઊર્જા બચતના સુચનો પ્રસારિત કરવા વિનંતી કરી શકો.

સહુ ભેગા મળી ગુજરાતને ઊર્જા સાણું બનાવે તે માટે સમગ્ર સમાજને પ્રેરો.

લગ્નની વેદી અને ઊર્જાની વાર્તાઃ

ઊર્જાસારથી લક્ષ્મણભાઇ ચૌહાણે ઊર્જામાહીતીના પ્રસાર માટે એક અનોખી રીત અજમાવી. તેમણે પોતાના ભાઇના લગ્નમાં આમંત્રિત સહુના માટે સુર્યકુકર અને ઊર્જાબચતનું નિર્દશીન યોજયુ. લગ્ન સહુએ માણ્યા.સહુ ભેગા મળ્યા, સાથે સાથે ટયુબલાઇટ, સ્લીમલાઇટ, કોમ્પેકટર ફલુરોશન્ટ લેમ્પ,ઇલેકટ્રોનિક અને રેગ્યુલર બેલાસ્ટ અને પંખાના વિવિધ રેગ્યુલેટર વિશે માહીતી પણ મેળવી.

વધુ...

 

ઊર્જારક્ષકો સૌર સાધનોને પુનઃકાર્યરત કરવાનું બીડુ ઝડપી શકે.

'અમારે તો ઓર સાધનો ફરી કામ આપી શકે તે વાત પર જ અમારુ ધ્યાન કેન્દ્રીત કરવું છે. અને બાલવીરોનુ એક સમેંલન યોજી લોકોનો પુનઃપ્રાપ્ય ઊર્જામાં રસ પુનઃજાગૃત કરવા ઇચ્છીએ છીએ. જો આપણા રક્ષકદળના સભ્યો વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જાસાધનોના મરામત નિભાવની કામગીરીમાં મદદરુપ બને તો આપણે સમાજનું બહુ મોટં કામ કર્યુ ગણશે.

વધુ...

 

   
   Always switch off the lights when you leave a room.

more...