|
|
 |
|
|
|
હોમ
| રક્ષકની અષ્ટવિધ યોજના | ઊર્જા શાણી શાળા |
 |
તમે એક વખત
ઘરમાં કામગીરી આરંભી
દીધી હવે તમારે તમારી પોતાની શાળામાં શરૂ કરવાની
છે. એક ઊર્જારક્ષક તરીકે તમારે તમારી સમગ્ર શાળાને
તમારી ઊર્જા બચત પ્રવૃતિઓમાં રસ લેતી કરવાની છે ને
તેમનો રસ જાળવી રાખવાનો છે.
બર્ડ કાર્યક્રમ તમારી શાળાના ર૦
ઊર્જારક્ષકો અને ર
શિક્ષકો પુરતો સીમીત નથી. તમારે એ બાબત સુનિતિ
કરવાની છે કે, ઊર્જા તિખારો
શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ,
હિસાબનીસ, પટાવાળા, માળી, સફાઇ કામદાર અને શાળાના
મુલાકાતી, ટુંકમાં સમગ્ર શાળાને પ્રજવલિત કરે.
ઊર્જાબચત યોજનામાં જોડાવા સહુને પ્રેરણા મળી રહે
તે માટેના આનંદપ્રદ રસ્તા શોધી કાઢો.
ઊર્જાપ્રદર્શનો, વાર્તાલાપો, સ્પર્ધાઓ યોજો,
કવીઝ-પ્રશ્નોતરી તૈયાર કરો.
ઊર્જા રમતો
યોજો.જેમ કે ઊર્જાશાણી ખરીદી જાદુઇ
નિસરણી, કિસ્સા કુર્સીકા, ઊર્જાની ટક ટક, અને અન્ય આ રમતો અંગે
તમે ઊર્જા આગેવાનને જણાવી તેમના માર્ગદર્શન હેઠળ
રમી શકો છો.
દરેકને તેઓ કેવી રીતે ઊર્જા બચાવી શકે તે શીખવો
અને તેમના સક્રિય સહયોગ અંગે તમારી શાળાના
ઊર્જા
ઓડીટ અને બચત
યોજનામાં નોંધો. આ માટે ઊર્જા સીમ...સીમ....માં
આપને સરળ માર્ગદર્શન મળી રહેશે. નકલ માટે જેડાનો
સંપર્ક
સાંધો.
તમે પોતે કોઇ મહાન કલાકાર હો અને ઉત્તરોતર તમારા
પ્રશંસકોની સંખ્યા વધતી જતી હોય તેવુ વિચારો.
ઊર્જાબચત અંગેનો તમારો સંદેશો પાઇપર પાઇપરના
સંગીતની જેમ તમારી શાળામાં સહુને સંભળાવો જોઇએ અને
ઊર્જાશાણા ગુજરાતના નિર્માણના તમારા ઉદેશમાં તેઓ
પણ સામેલ થવા જોઇએ. |
|
 |
|
આપણા સંદેશાને અનેક
ગણો મોટો બનાવો. |
|
અમારી સાથે સંકળાયેલ
તમામ શાળાઓ માટે અમારુ સુચન છે કે, તેઓ પોતાની શાળાના ધો.૭ થી
૧૧માં ભણતા વિદ્યાર્થીઓ માટે એક વર્ગખંડમાં જ આપનુ વીજળી બીલ
કેવી રીતે વાંચશો. તે વિશે એક વ્યાખ્યાન યોજે. એજ રીતે તમામ
વાલીઓને
ઘરના વીજળીબીલનું વિશ્લેષણ કરવાની કામગીરી જોડી શકાય.
|
|
ભાવેશ ભરાડ, બર્ડ સંચાલક, ભાવનગર |
વધુ... |
|
|