|
|
 |
|
|
|
હોમ
| રક્ષકની અષ્ટવિધ કામગીરી | વીજચોરી સામે નેકી એ
જ શક્તિ ઝુંબેશ |
 |
|
નેકી એ જ શક્તિ ઝુંબેશ એ રક્ષકની
અષ્ટવિધ કાર્ય
યોજનાનો બહુ મહત્વનો હિસ્સો છે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વીજચોરીનું
દુષણ બહુ ગંભીર કહી શકાય તેટલી હદે ફેલાયેલુ છે.
વીજચોરીના નાણાંકીય અસરની વાત કરીએ તો વીજ
વેચાણની
આવકમાં
ઘટાડો થાય અને ગ્રાહકો પાસેથી વસુલ કરવાના
થતા દરમાં વધારો કરવાનું નહી જરૂરી થઇ પડે છે.
આવકમાં
ઘટાડો થવાને પરીણામે નફો થતો નથી.
વીજપ્લાન્ટ સ્થાપવા માટે જરૂરી મુડીરોકાણના
ભંડોળની તંગી, અને વીજનુસાનને પહોંચી વળા વધુને
વધુ ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂરીયાત એ પણ તેના
આડકતરા પરીણામો છે. અવિચારી અને બેફામ વીજચોરીના
કારણે વીજતંતત્ર નાદાર પણ થઇ જઇ શકે છે વારે વારે
વીજળી ડુલ થઇ જાય છે અને આર્થિક વિકાસ અટકી જાય
છે.
વિદ્યાર્થીઓ આ માટે શું કરી
શકે ?
તમે ઊર્જારક્ષકો આ દિશામાં ખાસ્સુ કામ કરી શકો તેમ
છો. તમે વીજચોરી વિષે જનમત એકત્રિત કરો. તમે વયસ્કોને
એવી સમજ આપો કે, વીજચોરીમાં
સંકળાયેલા ગ્રાહકો અને લાંચિયા અધિકારીઓને કારણે
પ્રામાણિક વીજવપરાશદારોને વીજળીના ભારે દામ ચુકવવા
પડે છે. વીજળીની ચોરી એ આપણુ પોતાનુ જ ખિસ્સુ કાણુ
કરવા બરાબર છે. અથવા તો કહો કે જે ડાળ પર બેઠા
હોઇએ તે જ ડાળ કાપવા બરાબર છે. આવુ કોણ કરે ?
કેવળ મુર્ખ લોકો જ
રક્ષકદળના સભ્ય તરીકે આપે વીજચોરી વિશે વિવિધ
જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવાના રહેશે.જેમ કે શેરીનાટક, પોસ્ટર દોરવા, મ્યુરલ તૈયાર
કરવા જાહેર ચર્ચા યોજવી, જાહેરસ્થળોએ નિર્દશનો
યોજના તમે તમારા આસપાસના વિસ્તારોના રહીશો પાસેથી
વીજળીના પ્રમાણિક ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા લેવડાવો
ને શક્ય તેટલી વધુ પ્રતિજ્ઞા એકઠી કરો. નવા નવા
વિચારો અજમાવી જુઓ અપ્રામાણિક ગ્રાહક શરમમાં પડે
તેવુ તમારે કરવાનું છે.
વીજચોરી સામેની ઝુંબેશ
ર૦૦૩માં બાળકો |
|
 |
|
વીજચોરીની સમસ્યા |
|
“વીજચોરી અંગે સૌથી મોટી
સમસ્યા એ છે કે, આપણે સમાજ વીજચોરીને હજુ ગંભીર ગુન્હો ગણાતો
નથી. આપણી સામેનો સૌથી મોટો પડકાર છે લોકોને એ સમજાવવાનો છે કે
વીજળી ભલે મુર્ત નથી, દેખાતી નથી પરંતુ તેનો ગેરકાયદે ઉપયોગ
કરવો તે ગુન્હો છે તેને કારણે રાજ્યને સારુ એવુ નુકશાન થાય છે.
આપણે સહુને એ બાબત સ્પષ્ટ કરવાની છે કે વીજચોરી ખોટી છે, ખરાબ
છે તે બહુ મોટો ગુન્હો છે. ગમે તેટલો મોટો માણસ તેમાં સંડોવાયેલો
હોય તો પણ ગુન્હો
એ ગુન્હો જ છે. |
|
દીપક પટેલ, ઊર્જાસારથી,
બડોલી |
|
વધુ... |
|
|
|
“મોટાભાગના
લોકો એમ માને છે કે, રાજ્ય સરકાર તેમની પાસેથી વીજળીના વધારે
દામ વસુલ કરે છે આથી
જો તેઓ થોડી
ઘણી વીજળીની ચોરી કરે તો
તેમાં કશુ ખોટુ નથી. |
|
અનિલ પટેલ, સંચાલક,
નિસર્ગ કમ્યુનીટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર |
|
વધુ.... |
|
|
|
વીજચોરીની જાણ કરવી. |
|
વીજળીનું તપ ને વીજળીનો
પ્રસાદ.
“વીજચોરીને દાબવાનો એક રસ્તો છે
લોકોને એ બાબત પ્રતતિ કરાવવી કે વીજળીની ચોરી એ ગુન્હો છે. અને
તેમાંય નવરાત્રી, ગણેશ ઉત્સવ કે સત્યનારાયણની કથા જેવા ધાર્મિક
હેતુ માટે જો વીજચોરી કરાતી હોય તે જેમ લોકો જાહેર ઉજવણીઓમાં
આરતી અને પ્રસાદ માટે નાણાંકીય યોગદાન ફાળવતા હોય છે તેમ લોકો
સ્વેચ્છાએ જે તે પ્રસંગ કે ઉજવણી માટેનુ વીજળી
બીલ ભરવા આગળ આવે
તે માટે આપણે લોકોને કહેવુ જોઇએ. |
|
ધ્રુપલ ભટ્ટ, લોકવિજ્ઞાનકેન્દ્ર, વડોદરા |
|
વધુ... |
|
|
ચાલો આપણે સુરજની ઊર્જાની ચોરી કરીએ....
દૂરવર્તી કેટલાક અંતરિયાળ
વિસ્તારોમાં વીજળી બહુ ખર્ચાળ ઊર્જા છે. એમ સમજાવીને આ
સમસ્યાનો ઉકેલ આણી શકીએ. પરંતુ સુરજની ઊર્જા અને અન્ય
પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો વિનામુલ્યે ઉપલબ્ધ છે. દુરવર્તી
આદીજાતી વિસ્તારોમાં તેનો લાભપ્રદ ઉપયોગ કરી શકાય.. |
|
નંદકુમાર કાસર,સંચાલક,
લોકવિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, |
|
વધુ... |
|
|