એનર્જી ઓડિટ બર્ડ કાર્યક્રમના
હાર્દ સમાન છે. આ એક ઊર્જા હિસાબ પધ્ધતિ છે. જેમાં
નિયમીત ધોરણે કરાયેલ ઊર્જા વપરાશની નોંધ થાય છે.
વિશ્લેષણ કરાય છે ને અહેવાલ તૈયાર થાય છે અને
ઊર્જાખર્ચ ગણી કઢાય છે. આ એક ખુબ જ ખર્ચની દ્રષ્ટિએ
અસરકારક ઊર્જા સંચાલન માધ્યમ છે.
એનર્જી ઓડીટ વોલ્ટેજની ગણતરી કરવામાં સહાય થશે જેમ
કે,
અમુક સમયગાળામાં તમારા
ઘર કે શાળામાં કેટલી ઊર્જા
વપરાઇ ?
એ ઊર્જા કયાં વપરાઇ ?
આ યુનીટો વાપરવાથી તમને કેટલું ખર્ચ થયું ?
આ પૈકી કેટલી
ખર્ચ ટાળી કે
ઘટાડી શકાયો હોત.
એનર્જી ઓડિટ હાથ ધરવું
ઊર્જા ઓડીટ હાથ ધરવા માટે તબક્કાવાર કેટલાક પગલા
હાથ ધરવાના રહેશે.
ઘરનું, શાળાનુંકે કોઇ વાણિજ્યિક
સંકુલનુ ઊર્જા ઓડીટ હાથ ધરવા માટે આ સુચનો
માર્ગદર્શન
રૂપ બની રહેશે.
પગલું -
૧. દરેક જણને આ
કામગીરીમાં સાંકળોઃ
તમારે તમારા ઊર્જા ઓડિટ કાર્યક્રમમાં સહુ કોઇને
જોડાવા માટે પ્રેરવાના રહેશે. દરેક વ્યક્તિ
ઊર્જાશાણ બનવાના દળના ઉદેશને વરેલો હોવો જોઇએ.
(ઘરના ઊર્જા ઓડીટમાટે તમારા માતા પિતા શાળાના
ઊર્જા ઓડીટ માટે શાળાના સત્તાધિકારી અને વાણિજ્યિક
સંકુલના ઊર્જાઓડીટ માટે તેનુ મેનેજમેન્ટ)
પગલું -
૨. વીજળી બીલને સમજોઃ
તમે જેવુ ઊર્જા ઓડીટ કરતા જે તે સ્થળના જુદા જુદા
સમયગાળાના વીજળીબીલની સરખામણી કરવાની રહેશે. જુદી
જુદી ઋતુમાંકેટલી કેટલી વીજળી વપરાઇ તેનુ તમારે
વિશ્લેષણ કરવાનુ રહેશે.
પગલું -૩. માહિતી એકઠી કરોઃ ઘરના ઊર્જા ઓડિટ માટે
ઘરમાં વપરાતા વીજળીથી ચાલતા
તમામ સાધનોની યાદી બનાવો. દરેક સાધનના ઉપયોગના
કલાકો અને તે દરેકના વોલ્ટેજ રેટીંગની તમારે નોંધ
રાખવાની રહેશે. શાળાના ઊર્જા ઓડીટ માટે તમારે
ઓરડાવાર સાધનોમાં વપરાશનું મુલ્યાકંન હાથ ધરવાનું
સારુ રહેશે. જેમ કે ગ્રંથાલય પ્રયોગશાળા, સભાખંડ,
વર્ગખંડ, વગેરે વાણિજ્યિક એકમમાં તમે કચેરી અને
કારખાનાનો સમય અને કુલ કેટલા કલાક સાધનો વપરાયા
તેની નોંધ રાખવાની રહેસે.
પગલું - ૪. ઊર્જા પ્રોફાઇલ
તૈયાર કરોઃ
માહિતી એકઠી
થઇ જાય એટલે તમે ઊર્જા સારી બનાવવાનુ
શરૂ કરો. યાદીમાં સમાવિષ્ટ તમામ સાધનોનું વોટેજ
રેટીંગ શોધી કાઢો. સાધન જેટલા કલાક ચાલ્યુહોય
તેનીસાથે સાધનોના વોટેજને ગુણી કાઢતાતે સાધનો
કેટલા યુનીટ વીજળી વાપરીતે ગણી કાઢી શકાશે. ઊર્જા
ગણકયંત્રનો
એનર્જી કેલકયુલેટરનો ઉપયોગ કરો.
પગલુ-
૫. સાધનો કેટલો સમય
વપરાય છે તેનો અંદાજ કાઢોઃ
તમારા ઊર્જા ઓડિટને વધુ ચોકસાઇપૂર્ણ બનાવવા સાધન
રોજ જેટલા કલાક ચાલ્યુહોય તેના આધારે તેના અઠવાડીક
વપરાશની ઝીણવટભરી નોંધ રાખો. આ અઠવાડીક સરેરાશ
વપરાશની પધ્ધતિને ઓછાવત્તા પ્રમાણાં સુચવતી હોવી
જોઇએ. બચત યોજના
ઘડી કાઢવામાં તે તેમને મદદરુપ થઇ
પડશે.
પગલું - ૬. વપરાયેલા યુનિટોની
ગણતરી કરોઃ
દરેક સાધનમાં કેટલી વીજળી વપરાય છે તે તમારે
સમજવું પડશે.
પગલું - ૭. તમારા માસિક
વીજવપરાશને માપોઃ
તમે એકત્રિત કરેલ માહિતીના આધારે દર અઠવાડીયે, દર
મહીને કેટલી વીજળી વપરાય છે તેને શોધી કાઢો.
અસરકારક ઊર્જાબચત યોજના
ઘડી કાઢવામાં આનાથી સહાય
થશે.
પગલું-૮. પરિણામોનું
મુલ્યાકંન કરોઃ
તમારા અભ્યાસના આધારે એ શોધી કાઢો કે ઊર્જા ખર્ચ
ઘટાડવા કયા સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઇએ. ખાસ
કરીનેતમે એ તપાસો કે ઊર્જા ખર્ચ સાધનોનું ખર્ચ તમે
કેવી રીતે
ઘટાડી શકો તેમ છો. કાળજીપુર્વકની ટેવો
અને કાર્યદક્ષ ઊર્જાપધ્ધતિઓ દ્વારાતેના
વીજવપરાશમાં કાપ મુકો.
પગલું -૯. ઊર્જા બચત યોજના
ઘડી કાઢોઃ
કાર્યદક્ષ ઊર્જાવિકલ્પોમા મુડીરોકાણ એ જુના અને
ઘણી ઊર્જા ખાતા સાધનો કાઢી નાકો અને પર્યાવરણને
અનુકુળને કાર્યદક્ષ ઊર્જા સાધનો વસાવો. ઊર્જા બચત
કરતા સાધનોથી શરૂઆત કરો.
પગલું -૧૦.તમારા પ્રયત્નોના
પરિણામો જુઓઃ ઊર્જા બચત યોજના
ઘડી કાઢયા પછી તેનતો અમલ
ચાલુ કરશો તો તમારા વીજબીલ પર તેનીસીધી અસર
તમનેદેખાશે. બચતયોજનાના અમલ પહેલાંના અને પછીના
બીલની સરખામણી કરો. તમારી ઊર્જાબચત યોજના ચાલુ
રાખો તેના પરિણામો જોતા રહો. અને પ્રયત્નો સતત
ચાલુ રાખો.
તમારા મનમાં મોટુ
ઊર્જામીટર બનાવો.
સારા ઊર્જારક્ષક અને શાણા ઊર્જા સલાહકાર
બનવા માટે તમારે તમારા મગજમાં એક ઊર્જામીટર વિકસાવવુ પડશે
તમારે કોઇપણ સાધન વાપરતી વેળા એટલીહદે સભાન રહેવુ પડશે કે કામ
કરવામાં જે તે સાધનો કેટલી ઊર્જા વાપરી. બીજા શબ્દોમાં કહીએ તો
કોઇ એક કામ માટે જે તે સાધનનમાં કેટલા યુનીટ વીજળી વપરાશે તે
તમે કહી શકવા સમર્થ હોવા જોઇએ. તમારા રુમમાં રહેલી ર
ટ્યુબલાઇટ
રોજ સાંજે એક એક કલાક ચાલે તો તેમાં કેટલા યુનીટ વીજળી વપરાય
છે. અને મહીને કુલ કેટલા યુનીટ વપરાશે તે તે કહી શકશો. જ્યારે તમે ડાયેટ પર હો ત્યારે જેમ જે રીતે
ખાદ્ય પદાર્થમાં કેટલી
કેલરી રહેલી છે તે બાબતેસભાન હો છો તેમ સાધન વાપરતી
વેળા કેટલી
વીજળી તે વાપરે છે તે બાબતે સભાન રહો. તમે વીજળીને જોઇ શકતા
નથી. તેનો અર્થ એ નથી કે વીજળીના મીટરમાં તે નોંધાતી નથી.
ઊર્જા વપરાશ વખતે તમે સભાન રહેશો. તો તમે બૌદ્વિક વપરાશદાર બની
શકશો. તો તમારા મગજમાં ગોઠવેલ ઊર્જા મીટર હરહમેંશ ટીકટીક કર્યા
કરે તેવુ કરો.
બીજા શબ્દોમાં કહીએ તો તમારે દરેક સાધન કેટલી વીજળી વાપરે છે
તેની ગણતરી કરતા શીખી લેવુ જોઇએ. એનર્જી કેલકયુલેટર ઊર્જા ગણાક
યંત્ર વાપરવા
અહીં કલીક કરો.