કેટલી વીજળી વપરાઇ છેતેનો હિસાબ રાખવા માટે મીટરનું વાંચન તેમજ ઊર્જા વપરાશ બિલને સમજવું જરૂરી છે. તમને બર હોવી જોઇએ કે તમારુ મીટર (વીજ વપરાશ જ્યાં નોંધાય છે તે) કયાં આવેલુ છે અને તેનો નંબર કયો છે. વપરાશ સામે વસુલ કરાતો દર વગેરે બાબતની પુરતી જાણકારી પણ હોવી જોઇએ.
સામાન્ય રીતે વપરાશ મુજબ દરનુ પત્રક નક્કી કરાયેલું હોય છે. વપરાશના દરો, વધુ ઊંચા વીજળી વપરાશ સાથે વધતા જતા હોય છે.

બિલ આવતા વેંત નીચેની બાબતો તપાસોઃ
સૌ પ્રથમ તો તમારે વીજબીલમાં એ તપાસવાનું કે બિલ તમારા જ નામનું છે. ? બિલની તારીખ ચકાસો કે તે જે લાગુ પડતા મહીનાનું જ છે. મીટર રીડીંગની નિયમિત નોંધ રાખો.

બિલમાં દર્શાવેલ રીડીંગ બરાબર ચકાસો. જેમા મીટરનુ હાલનુ રીડીંગ, અગાઉની રીડીંગ અને બન્ને વચ્ચેનો તફાવત, જે હાલના બિલના સમયગાળા દરમ્યાન થયેલ વીજ વપરાશના યુનિટની સખ્યા દર્શાવે છે. ચાલુ માસના બિલના રીડીંગનો ગત માસના બિલના છેલ્લા રીડીંગ સાથે તાળો બેસાડો. ત્યારબાદ વીજવપરાશના સરેરાશ યુનિટ જુઓ. શું ગત માસના વીજવપરાશના યુનિટ અને હાલના વપરાશના યુનિટ વચ્ચે તફાવત જણાય છે ? ઉપરાંત છેલ્લા બીલમાં વપરાયેલા વીજયુનિટના આંકડા જુઓ. ખાતરી કરો કે આ આંકડાઓ મુજબ અને વીજદરના સ્લેબ મુજબ બિલમાં ગણતરી થયેલ છે કે કેમ નીચા સ્લેબમાં જવા સતત પ્રયત્નશીલ રહો.

જીઇબી દ્વારા શહેરી, રો માટે વસુલ કરાતા એનર્જી ચાર્જીસનો કોઠો
પહેલા પ૦ યુનિટ

યુનિટ દીઠ

રૂ.ર.૭૦

એ પછીના પ૦ યુનિટ

યુનિટ દીઠ

રૂ. ૩.૦૦

એ પછીના ૧૦૦ યુનિટ

યુનિટ દીઠ

રૂ. ૩.૬૦

એ પછીના ૧૦૦ યુનિટ

યુનિટ દીઠ

રૂ.૪.૧૦

૩૦૦ યુનિટથી વધુ

યુનિટ દીઠ

રૂ.૪.૭૦

ગામડા માટે આ યુનિટ દર સ્લેબ દીઠ રૂ.૦.પ૦ પૈસા જેટલા ટાડેલા છે.

બિલમાં સામાન્ય રીતે નીચે દર્શાવેલી માહિતી હોય છે.

1

તમારો ગ્રાહક નંબર

2

તમારો મીટર નંબર

3

બિલનો સમયગાલો (ણું રુ વીજળી બિલમાં બે મહીનાનો વીજવપરાશ નોધેલો હોય છે.)

4

બિલની ચુકવણી વળતરવાળા દરે કરવા માટે ચુકવણીની છેલ્લી તારીખ

5

મીટર રીડીંગ (એકમમાં)

 

મીટરનું હાલનુ વાંચન

 

અગાઉનું વાંચન

 

બેઉ વચ્ચેનો તફાવત (જે હાલના બિલના સમયગાલા દરમ્યાન થયેલા વીજ વપરાસના એકમની સંખ્યા દર્શાવે છે.

6

આ બિલ તમારા વીજવપરાશની વાર્ષિક સરેરાશ તેમજ ગત મહીનાના વપરાશની વિગતો આપશે

7

ચુકવણીની રકમ, બિલની વિગતવાર રજુઆત, જેમાં તમારા મીટર રીડીંગને ગણી કાઢવામાં આવેલા વપરાસના એકમો, મટીરનુ ભાડુ, અન્ય કરવેરા વગેરેનો સમાવેશ થાય છે.

8

બિલની પાછળ સામાન્ય રીતે બિલની કેવી રીતે, ક્યા અને કયારે ચુકવણી કરવી તેની વિગતો આપવામાં આવી હોય છે. તેમાં વીજદરના સ્લેબ પણ આપવામાં આવ્યા હોય છે.(તમે તમારા વીજળીથીચાલતા સાધનોનો હિસાબ ગણો ત્યારે વપરાયેલા એકમોનો ખર્ચગણી કાઢવામાં આ સ્લેબ મદદરુપ થઇ પડશે.

   

ઊર્જાવપરાશની તપાસ

દૈનિક, અઠવાડિક,માસિક વપરાશના આંકડાઓ માટે એક કોઠો તૈયાર કરો. દા.ત. રાંધણ ગેસનો કલાક દીઠ સરેરાશ ઉપયોગ, અલગ અલગ ઓરડામાં વપરાતી અલગ અલગ ટયુબલાઇટો, ટીવી , મિકસર વગેરે ઉપકરણો સરેરાશ બર્નર દ્વારા વપરાતો રાંધણગેસનો વપરાશ (જે કલાક દીઠ કિલોકેલરી ના માપદંડ દ્વારા નકકી કરવામાં આવે છે. ) એલપીજી ગેસનો બોટલ કેટલા દિવસના અંતેર બદલાવવાની જરુર પડે છે તેની નોંધ રાખવા કરતાં રાંધણગેસનો બાટલો રોજ કેટલા કલાક કે મિનીટો વપરાયો તેની નોંધ રાખવી વધુ સલાહભરેલુ છે.

ઊર્જા વપરાશનું પૃથ્થકરણ

ઊર્જા વાપરતા ધરેલુ ઉપકરણો જેવા કે રાંધણ ગેસ, કેરોસીન, ટીવી, ટયુબલાઇટ, પંખા વગેરે વપરાશની દૈનિક, અઠવાડીક, કે માસિક નોંધ માટે એક અલગ ફાઇલ બનાવો. વીજળી, રાંધણ ગેસ, (પાઇપલાઇન દ્વારા વપરાતો ગેસ પણ) અને કેરોસીનના બિલોની ફાઇલ બનાવો. આ બધાની ખરીદી અને વપરાતા જથ્થાની આદર્શ નોંધરાખવી જોઇએ. આમ પાછલી તારીખોમાં ચોકકસ સમય દરમ્યાન ઊર્જા વપરાશને જાણી શકાશે.

તમારા વીજ વપરાશના યુનિટની ગણતરી કરવા, જે તે ઉપકરણનું પાવર રેટીંગ (વોટ) શોધી કાઢો. જે સામાન્ય રીતે ઉપકરણ પર ચોંટાડેલ ધાતુની પટ્ટી અથવા તો સ્ટિકર પર દર્શાવેલું હોય છે જો કરંટ (૧) માં એ આપેલુ હોત તો તેને ર૩૦ (એ) વડે ગુણાકાર કરવો, જેથી વોટ રેટીંગ મળશે અને ત્યારબાદ વોટ કલાક કાઢવા. વોટ રેટીંગ જે તે ઉપકરણ જેટલા કલાક વપરાશમાં રહયુ હોય તેના વડે ગુણાકાર કરવો. ત્યારબાદ તેને ૧૦૦૦ વડે ભાગવાથી, વીજળીના કિલો વોટ કલાક ના રુપમાં વપરાયેલ યુનિટનો આંકડો મેળવી શકાશે.

વીજવપરાશ માટે થયેલ ખર્ચને જાણવા માટે વીજબિલમાં આપેલ યુનીટ દીઠ વીજદરના કોઠાનો અભ્યાસ કરો. એક માસનો ચાલુ વપરાશ જાણવા માટે કોઠામાં દર્શાવેલ વીજદરનો વપરાયેલ યુનિટ સાથે ગુણાકાર કરો. આમ, તમામ ઉપકરણોના વીજવપરાશનું માસિક મુલ્ય જાણી શકાશે.

ગણતરી કેરલ વિગતો પરથી તપાસો કે કયા ઉપકરણમાં સૌથી વધુ વીજવપરાસ થાય છે તે રાંધણગેસ, ઇલેકટ્રીક ગીઝર કે આપણી સવલત માટે વપરાતા અન્ય કોઇપણ ઉપકરણ હોઇ શકે. આ માટે ઊર્જા ખાઉ સાધનો પર દેખરેખ રાખો. શું આપ પ્રત્યેક ઉપકરણનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો ? શું આમાં વપરાતી ઊર્જાનો ખર્ચ આપને પરવડે તેમ છે ?

વીજળીની બચત ઃ

વીજળીનો વિવેકપુર્વક ઉપયોગ કરી, વીજવપરાશમાં નોંધપાત્ર ધટાડો કરવા, વિવિધ કાર્યદક્ષ આધુનિક ટેકનોલોજી અંગે માહિતગાર રહેવુ જરુરી છે.

આપણી જરુરિયાતના વીજઉપકરણોની યોગ્ય ટેકનિકલ જાણકારી રાખવાથી, તેમાં વપરાતી ઊર્જા અંગે સભાન કેળવવાથી ઉપકરણોનો શાણપણભર્યો ઉપયોગ થઇ શકે છે.

ઉપરની બાબતોને લક્ષમાં રાખી આ પુસ્તિકામાં જણાવેલ કેટલાક સાદા સુચનોનો અમલ કરીને આપણા ધરેલું ઉપકરણોનો કાર્યદક્ષ રીતે મતમત ઉપયોગ કરી વીજબગાડ અટકાવી શકાશે.

 
 
 
 

 

   
   Always switch off the lights when you leave a room.

more...