ગુજરાતને ઊર્જા શાણું બનાવો !
ઊર્જાનો નેકી બુધ્ધિપુર્વક ઉપયોગ કરો.
આપણે સહુ ઊર્જારક્ષકોએ સક્રીય સામાજીક ઊર્જા
પરિવર્તનકાર બનવાનુ છે. આપણે સહુ નાગરિકો શાણા
બનવા, ઊર્જાના નીતી બુધ્ધિપુર્વકના વપરાશદાર બનવા
સમજાવાના છે. સમાજમા ઊર્જાના સાત સુર ફેલાવવાના
છે.
- સમુચિત રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સંયમિત રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સભાન રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સવિવેક રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સત્તમ રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સરંક્ષિત રીતે ઊર્જાનો વપરાશ કરો.
- સમંજસ રીતે ઊર્જાનો વપરાશ કરો.
ચિરસ્થાયી વિકાસ માટે યોગ્ય ઊર્જા વિકલ્પની
પસંદગી કોણ કરશે ?
ઊર્જાનો સભાન, સમુચિતઅને સંયમિત વપરાશદાર જાણે છે
?
- પર્યાપ્ત પરવડે તેવી
કીમતે ઉપલબ્ધ,
ભરોસાપાત્ર અને
સલામત ઊર્જા પુરવઠો આર્થિક વિકાસની
કરોડરજ્જુ છે.
- ઊર્જા એ એક
મહામુલી સંપદા છે. તેનો દુરૂપયોગ ન થવો જોઇએ.
- રાજ્યમાં ઉત્પન્ન થતી
૭૦ ટકા વીજળી કોલસા જેવા નષ્ટપ્રાય અને
આગામી લાખો વર્ષ સુધી ફરી ન બનનારા ખનીજ
બળતણમાંથી મેળવવામાં આવે છે.
- કોલસા જેવા અશ્મીબળતણથી વીજળી
ઉત્પન્ન કરાતા
હવા, જમીન અને જળપ્રદુષિત થાય છે અને વૈશ્વિક
તપામાનમાં વધારો જેવા અસંતુલનો સર્જાય છે.
- વીજળી એ એક
ખુબ સવલતભર્યો પણ ખર્ચાળ ઊર્જાસ્ત્રોત છે
અંતિમ વપરાશદાર સુધી તેને પહોંચાડવામાં રાજ્યને
સારી એવી રકમનુ ખર્ચ થાય છે
- સહુ કોઇએ
વીજળીનો
નિતિમય ઉપયોગ કરવો જોઇએ. વીજચોરી,
મીટર સાથે ચેડા, વીજળીનો ગેરકાયદે ઉપયોગ, કે
વીજળીનો દુર્વ્યય ટાળવા જોઇએ.
- અવિવેકી રીતે,
ઇશ્વરથી નહી ડરીને જે લોકો અપ્રમાણિક રીતે
ઊર્જાનો બેફામ ઉપયોગ કરે છે તેઓની ઊર્જા
વપરાશની ટેવો બહુ વ્યયભરી હોય છે.
- દરેક વ્યક્તિએ
પોતાનુ વીજળી બીલ નિયમીત ભરવુ જોઇએ.
જ્યારે સહુ
વપરાશદારો પ્રામાણિક હશે ત્યારે આપણને
વીજકાપ
કે અંધારપટ
વિના પર્યાપ્ત વીજળી મળી
શકશે.
- શકય હોય ત્યાં અને
ત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતા
સાધનો
વાપરવા જોઇએ. સુર્યકુકર, સોલરવોટર હીટર
,બાયોગેસ પ્લાન્ટ અને સિંચાઇ માટે પવનચક્કીના
ઉપયોગથી ઊર્જા બચત થઇ શકશે.
- ઊર્જાનો કાર્યદક્ષ, શાણપણ ભર્યો અને
પ્રામાણિક ઉપયોગ કરવાથી રાજ્યનુ અર્થંતંત્ર
વિકસશે ને જતા સમૃદ્વ થશે.
- વીજચોરીના નિયમનથી જે
નાણાં મળશે તનો
ઉપયોગ વીજમથકની કક્ષા ઉંચી લાવવા અને
વણસંતોષાયેલી પહોંચી વળવા નવા વીજમથકના
નિર્માણમાં કરી શકાશે.
- ઊર્જા
સરંક્ષણ એ કુદરતી સંપદાનું જતન છે.
આપણે ઊર્જાનો કાર્યદક્ષ, ડહાપણભર્યો અને
સાવધાની પુર્વક ઉપયોગ નહીં કરીએ તો આપણી પાસેની
ઊર્જા ખલાસ થઇ જશે અને આપણે જે વેગે પ્રગતિકરી
રહ્યાં છીએ તેમાં થોડો વિરામ રાખવો પડશે. આપણા
ભાવીની સુરક્ષા માટે આપણને
જ્યાં જ્યાં અને
જ્યારે જ્યારે શકય હોય ત્યાં ત્યાં ને ત્યારે
ત્યારે
ઊર્જાની બચત કરવી જોઇએ. (જોડો હોમ પેજ ૯-એ) અને
ઊર્જાનું પલ્લુ પુનઃ પ્રાપઅય ઊર્જાસ્ત્રોતો પ્રતિ
વાળવુ જોઇએ.
|