વીજ ગુનેગારોને ઓળખો સ્પર્ધા અંતર્ગત હાથ ધરાયેલ ચર્તુવિદ સ્પર્ધાઓમાં રાજ્યની ૧૦૦૦ થી ૧પ૦૦ શાળાના ૧૦,૦૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ ડિઝાઇન કરેલ પોસ્ટરોમાં વીજચોરીને ઝેરીલા નાગ સાથે સરખાવી તેણે સમગ્ર રાજ્યને પોતાના ભરડામાં લઇ લીધુ છે. તેમ દર્શાવ્યુ હતુ. બીજામાં વીજચોરીને કારણે સમગ્ર રાજ્ય અંધકારની ગર્તામાં ડુબી જશે તેમ દર્શાવ્યુ હતુ. વીજચોરી અટકાવવા માટે બાલકોએ કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. પોસ્ટર ડિઝાઇન અને વકતૃત્વ સ્પર્ધામાં બાળકો સાચા અર્થમાં ખીલ્યા હતા. તેમણે પોતાના મા-બાપ રાજ્ય વિદ્યુતબોર્ડના કર્મચારીઓ, રાજકારણી, સહુની ઝાટકણી કાઢી હતી..મોબાઇલની જેમ પ્રી પેઇડ, વીજલી અને મોટા અવાજની એલાર્મ સિસ્ટમ સાથેની વીજ વિતરણ લાઇન નાંખવા જેવા નવીન વિચારો બાલકોએ રજુ કર્યા હતા. વીજચોરો માટે ખાસ કોટોનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો.

 
 

 

   
   Always switch off the lights when you leave a room.

more...