જૂન ર૦૦૪માં બર્ડ કાર્યક્રમ શરુ થયો ત્યારથી પરિવર્તનની સર્કિટ શાળાના બાળકો શિક્ષકો તમારા દાદા,દાદી, નાના નાની, મમ્મી-પપ્પા, ખેડુતો તમને રોજ ચા પીવડાવનાર સ્થાન ચા વાળા કે શાકભાજી વેચતો કાછીયો, ઇજનેરો, સ્થાનિક સક્રીય જુથો, મંડળો, ભજનમંડળીઓ, શહેરના યુવાનો, આદિજાતીઓ અને ગ્રામીણ રહીશોને એકબીજા સાથે જોડ્યા છે. ઊર્જા વ્યય સામેની ઝુંબેશમાં સહુએ સાથે મળીને સાથ આપ્યો છે.

આજે રાજ્યના ઊર્જા રક્ષકદળમાં લગભગ ર૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ચુંટી કઢાયેલ દરેક શાળાના ધો. ૭ થી ૧૧માં ભણતા ર૦૦૦ ઊર્જા આગેવાનો (શાળાના શિક્ષકો) અને ૧૦૦૦ ઊર્જા મિત્રો (શાળાના આચાર્ય અથવા જે તે વિસ્તારમાં સમાજસેવા કરતા સામાજીક કાર્યકર) છે. રાજ્યના રપ જિલ્લાઓમાં લગભગ સમાન પ્રમાણમાં પ્રતિનિધિત્વ રહે તે રીતે કુલ ૧૦૦૦ શહેરી ગ્રામીણ અને આદિજાતી શાળાઓની પસંદગી કરાઇ છે. અત્યાર સુધીમાં ૧પ૦ થી વધુ તાલકાઓમાંથી ૯૮૬ શાળાઓ (જોડો હોમ પેજ ૪) આ કાર્યક્રમમાં જોડાઇ છે.

વીજપાલની ભુમિકામાં છોકરીઓના નામ નોંધવા ખાસ પ્રયત્‍ન કરવામાં આવ્યો છે. વીજપાલના કેટલાક જુથોમાં શારીરીક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક શાળાના ર૦ વિદ્યાર્થીઓના બનેલા એ ઊર્જારક્ષક દળની આગેવાની શાળાના બે શિક્ષકો કરશે. તેઓ ઊર્જા આગેવાનો કહેવાશે. અને તે વિસ્તારના સ્થાનિક, સામાજીક કાર્યકર ઊર્જામિત્ર તરીકે આ કાર્યક્રમમાં જોડાશે. તેઓને સંસ્કરણ શિબિરો અને માહીતી અને પ્રચાર સાહિત્ય આપીને કાર્યક્રમના અમલ માટે સુસજ્જ કરાશે. શાળાના કેલેન્ડર (જુન થી એપ્રિલ) મુજબ વાર્ષિક કાર્યક્રમ ચલાવાશે. જો કે બાળકોને ત્રણ વર્ષ માટે આ કાર્યક્રમમાં જોડાવા પ્રોત્સાહિત કરાશે. તે દરમ્યાન તેમની જવાબદારી અને વિષય પરની પકડ ઉત્તરોતર વધતી જશે.

બાલ ઊર્જા રક્ષક દળના તમામ સભ્યોને ટોપી, બિલ્લો, ઓળખપત્ર અને સ્કાર્ફ આપવામાં આવશે. બર્ડના માહિતી સંપુટમાં ઊર્જા, વીજળી, પુનઃપ્રાપ્ય ઊર્જા, ઊર્જા સંરક્ષણ અને ઊર્જાશિક્ષણ જેવા વિષયો પરના પુસ્તકો સમાવિષ્ટ છે. જેમાં ગમ્મત સાથે જ્ઞાન પુરુ પાડવામાં આવ્‍યું છે. ઇન્ટરએકટીવ મલ્ટીમીડીયા સી.ડી. (જોડો હોપે૧૬) અને પુનઃગમ્ય ઊર્જા પરની ફિલ્મો (જોડો હોમ પેજ ૧૬) અને geda.org.in માં (ફિલ્મની યાદી) પણ પુરી પાડવામાં આવી છે.

કાર્યક્રમના વ્યાપમાં વધારો

બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમમાં નામ નોધાવેલ શાળાઓ ઉપરાંત પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકાર નેશનલગ્રીન કોર્પ્સ (એનજીસી)કાર્યક્રમમા જોડાયેલ ૩૭પ૦ શાળાઓએ પણ રક્ષક દળની અષ્ટવિધ કામગીરીમા પ્રવૃત થવા અંગે બાંયધરી આપી છે. એનજીસી કાર્યક્રમના ભાગરુપે રચાયેલ ઇકોકલબના લગભગ ૧,૭પ,૦૦૦ વિદ્યાર્થીઓ ઊર્જાદુતની ભૂમિકામાં તેમના ર, શાળા, અને નિકટવર્તી સમાજમાં ઊર્જાસંદેશ ફેલાવી ઊર્જાશાણા ગજરાતના નિર્માણમાં પોતાનુ યોગદાન આપશે. શાળાની ઇકોકલબ પ્રવૃતિઓનો હવાલો સંભાળતા શિક્ષકોને ઇકોકલબના માસ્ટર ટ્રેનર નેટર્વ મારફત જરુરી તાલીમ પુરી પડાશે. તેમને પણ બર્ડ સાહિત્યનો એક સંપુટ પુરો પાડવામાં આવશે.

ગર્લ ગાઇડ અને બોય સ્કાઉટ કાર્યક્રમમાં પણ બર્ડના ઉદેશને સમાવી લેવામાં આવે અને તેઓ દ્વારા પણ સામાજીક પ્રવૃતિ હાથ ધરાય તે માટે વાટાઘાટો શરુ કરવા વિચારાયુ છે.

યે ઊર્જા ના હોગી કમ,
કયુંકી
એક સે બઢકર એક
ઊર્જા રક્ષક હૈ અનેક
ઔર
બચત કરતે રહેતે હૈં હમ.

   
 
ઊજારક્ષક તરીકે તમારું નામ આજે જ નોંધાવો. બર્ડ કાર્યક્રમમાં નોંધાવવા માટે અહીયા કલીક કરો.
   
   Always switch off the lights when you leave a room.

more...