ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી બર્ડ કાર્યક્રમ માટેની નોડલ અને રિસોર્સ એજન્સી છે. કાર્યક્રમ માટે રાજ્યની અને ખાનગી માલીકીની વીજકંપનીઓ નો સક્રીય સહયોગ સાંપડયો છે. કાર્યક્રમ માટે જરૂરી સુવિધા અને નાણાં મુખ્યત્વે જીઇબીએ પુરા પાડ્યા છે. બર્ડ કાર્યક્રમને ગુજરાત સરકારનો સંપુર્ણ ટેકો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ઊર્જામંત્રીશ્રી સમયાંતરે કાર્યક્રમની સમીક્ષા કરે છે અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડે છે.

રાજ્યનો શિક્ષણ વિભાગ પણ આ કાર્યક્રમ સાથે ગાઢ રીતે સંકલાયેલો છે. શાળાના સત્તાધિકારીઓ તરફથી કાર્યક્રમમાં આગેવાની કરનાર, શાળા શિક્ષકો સક્રીય સહયોગ માટે સંપુર્ણ સહકાર સાંપડયો છે. બર્ડ કાર્યક્રમ સાથે સંકળાયેલ ઊર્જા આગેવાન શિક્ષકોને કાર્યક્રમ માટેની તાલીમ કે કાર્યક્રમ સંલગ્ન અન્ય કોઇ પ્રવૃતિ માટે ફરજ પરની રજા મંજુર થશે અને તેમને શાળા તરફથી પ્રવાસ ભથ્થુ પણ પુરુ પાડવામાં આવશે.

શાળાના વિજ્ઞાનપ્રવાહ પ્રવૃતિઓમાં સક્રીય રીતે પરોવાયેલા ૧પ લોકવિજ્ઞાન કેન્દ્રો જે તે જિલ્લા માટેના પ્રાદેશિક સહભાગી તરીકે મુકરર કરાયાછે. બર્ડ કાર્યક્રમના આગલી હરોળના આગેવાનો છે. ૧પ સ્થાનિક સહભાગી સંસ્થાઓ ૩૪ ઊર્જા સારથીઓ, ઉર્જાસારથીઓ પાયાના સ્તરે આગેવાની લઇ શકે તે માટે તેમને જરૂરી તાલીમ પુરી પાડવામાં આવી છે.

 

કાર્યકમ માટે નીચેની સંસ્થાઓએ નાણાં ફાળવ્યા છે.

 
ગુજરાત પગુથાન એનર્જી કોર્પોરેશન (GPEC)
ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લિ. (GSECL)
ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિ. (GSEG)
Gujarat Industries Power Company (GPICL) Ltd.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. (GPICL)
ગુજરાત સ્ટેટ એનર્જીકોર્પોરેશન લિ. (GSEC)
અમદાવાદ ઇલેકટ્રીસીટી કંપની લિ. (AEC)
 સુરત ઇલેકટ્રીસીટી કંપની લિ. (SEC)
એસ્સાર પાવર લિ.
   
   Always switch off the lights when you leave a room.

more...