|
ઊર્જા અને
વિકાસ એકબીજાની હારોહાર જાય છે આપણે એક
ઊર્જા સધન, સમાજમાં જીવીએ છીએ, આજે આપણા આપણા
કાર્યભારને ઓછો કરવા, આપણી ઉત્પાદકતા વધારવા અને
દેખી શકાય તેવી સિદ્વિ હાંસલ કરવા, અશક્યને શક્ય
બનાવવા આપણા વડવાઓ કરતા અનેક
ગણી ઊર્જા વાપરીએ છીએ.
પરવડે તેવી કિંમતે પર્યાપ્ત માત્રામાં ઊર્જા
ઉપલબ્ધ થાય તે વિકાસની પુર્વશરત છે. કોઇપણ દેશનો
ઊર્જા
વપરાશ તેના આર્થિક વિકાસ અને પ્રગતિને સુચવે
છે આર્થિક રીતે વિકસિત દેશોના માથાદીઠ ઊર્જા વપરાશ
અલ્પવિકસિત ગામડાના ઊર્જા વપરાશની બાબતમાં છે.
આપણા ગુજરાત રાજ્યમાં દેશા અન્ય રાજ્યોની સરખામણીમાં
માથાદીઠ ઊર્જા વપરાશનો આંક
ઘણો ઉંચો છે.
આપણી વર્તમાન જીવનશૈલી, કોલસો, પેટ્રોલ,
ડીઝલ, એલપીજી જેવા નષ્ટપ્રાય,
બિનપુનઃપ્રાપ્ય અશ્મીબળતણોનો
અત્યધિક ઉપયોગ થાય છે. આપણે ગુજરાતમા
વાપરીએ છીએ તે
મોટાભાગની વીજળી કોલસામાંથી બને છે. આ અશ્મીબળતણને
બનતા લાખો વર્ષ લાગે છે. કુદરતી રીતે તેને બનતા જે
સમય લાગે છે તેમાં કરતા
ઘણા ઝડપી વેગે આપણે એ
સંપદાને વાપરી રહ્યાં છીએ. એટલે હવે ટુંકસયમાં ખલાસ
થઇ જશે. આ બિનપુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના અતિ
વપરાશને કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો, તેજાબ
વર્ષ, જમીન અને પાણીનું સ્તર નીચું જવુ,પ્રદુષણ
વગેરે જેવા પર્યાવરણીય અસંતુલનો સર્જાય છે.
દેશના અન્ય રાજયોગી સરખામણીમાં ગુજરાતમાં માથાદીઠ
વીજ વપરાશ વધારે છે. ગુજરાતના વીજ
વપરાશદારો
વીજળીના સૌથી વધુ દામ પણ ચુકવે છે.
જો આપણે વીજળીનો તકેદારી પુર્વક શાણપણભર્યો અને
કાર્યદક્ષ ઉપયોગ નહીં કરીએ તો આપણે ઊજા્ર વિહોણા
થઇ જઇશુ. અને પ્રગતિની આગેકુચ થંભી જશે. સુરક્ષિત
ભાવિ માટે ઊર્જા બચત
ખુબ જરૂરી છે. કારણ કે ઊર્જાની બચત ઊર્જાના
ઉત્પાદન સમાન છે. બીજુ આપણે કોઇપણ રીતે અને શકય
હોય ત્યાં વીજચોરી પર કાપ મુકી ઊર્જા તુલાને
પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો તરફ નમતી રાખવા સતત
પ્રયત્નશીલ રહેવુ જોઇએ
ઊર્જા સાણા ગુજરાતના
નિર્માણ માટે ચાલો આપણે સહુ ભેગા મલી કામ આરંભીએ |