 |
|
|
|
હોમ
| શાળાની માસિક પ્રવૃતિઓ |
 |
|
તપાસ કે પ્રયોગનું આયોજન કરોઃ |
પ્રયોગની ડિઝાઇન બનાવતી વખતે આ બાબતો ધ્યાનમાં
રાખો.
તમે પસંદ કરેલા વિકલ્પ યોગ્ય છે ?
આ વિકલ્પ
સ્વતંતત્ર છે ?
આ વિકલ્પનું માપ લઇ શકાય છે ?
તેમાં
ક્યા પ્રકારના નિયંત્રણો સમાવી શકાય છે ?
તેમાં
ક્યા પ્રકારની માહિતી મળશે ?
પરિણામોનું આકંડાકીય વિશ્લેષણ કરવાનુ હોય તો તે
માટે પ્રયોગની ડિઝાઇન અનુકુળ રહેશે ?
સંશોધન સામગ્રી અને સાધનો પ્રાપ્ય છે ?
સલામતી કે પર્યાવરણીય દ્રષ્ટિએ ખાસ
ધ્યાનમાં લેવા
જેવી કોઇ બાબતો છે ?
જો પ્રોજેકટમા્ પ્રયોગોને બદલે ગાણિતિક કે
કમ્પ્યુટર માડલિંગનો ઉપયોગ થતો હોય તો તેના
પરીણામોને કઇ રીતે માન્ય ગણાશે ? મોડલના પરીક્ષણની
કોઇ પધ્ધતિ છે ખરી ?
જ્યારે પ્રયોગ અંગેનો અભિગમ સ્પષ્ટ થાય ત્યારે તે
માટેનો પ્રસ્તાવ
લખવાનો સમય આવે છે. પ્રયોગ માટેનો
પ્રસ્તાવમાં પ્રયોગ વિશે વિસ્તૃત વર્ણન હોવુ જોઇએ.
પ્રસ્તાવમાં પ્રયોગ માટે જરૂરી સામગ્રી અને સાધનો
, સલામતી અંગેની સાવચેતી અને અપેક્ષિત પરીણામો,
આટલી બાબતોનો સમાવેશ કરવો જોઇએ. આ પ્રસ્તાવના
આધારે જ તમારા શિક્ષક કે વિજ્ઞાનમેળાની નિરીક્ષણ
સમીતી પ્રોજેકટની યોગ્યતા અંગે મુલ્યાકંન કરશે. |
|
પ્રસ્તામાં નીચે જણાવેલ
બાબતો જરુર લખોઃ
પ્રાદભુ અંગે માહિતી
પ્રોજેકટ સાથે સંબધિત માહિતી ને લગતા સાહિત્યની
સમીક્ષા તમામ સંદર્ભો જરુરથી રજૂ કરો.
હેતુ અને ધારણા પ્રયોગના હેતુનુ સંક્ષિપ્ત વર્ણન
અને ધારણા વિશે રજુઆત.
પ્રાયોગિક વિગત - આ વિભાગમાં સંશોધનની યોજના અને
તેમાં આવશ્યક સામગ્રી વિશેની વિગતવાર માહિતીનો
સમાવેશ થાય છે. પદ્વતિ અને સાધનસામગ્રીનું વર્ણન
એ રીતે કરવુ કે કોઇને પણ આ પ્રયોગો કરવા હોય તો આ
વર્ણન વાંચીને કરી શકે.
સાહિત્ય અને સંદર્ભો - આ વિભાગમાં જે લેખકોનો
ઉલ્લેખ કરવામાં આવ્યો હોય
અને પુરક સંદર્ભો લેવામાં
આવ્યા હોય તેની યાદી રજુ કરવામાં આવે છે.
તમારા પ્રસ્તાવ વિશે તમારા શિક્ષક, માર્ગદર્શક
અથવા વિજ્ઞાનમેલાની માન્યતા મેલવો. |
પ્રયોગો કરો અને માહીતી એકઠી
કરોઃ
બધુ માહિતી એક
નોટબુકમાં નોંધી
લો. પ્રયોગો પછી તરત
જ ચોકસાઇપુર્વક બધી જ માહિતી લઇ લો. (કોઇવાર વધારે
પડતી વિગતો લકાઇ જાય પણ વાંધો નહિં.)
પ્રયોગ વિશેના બીજા નીરીક્ષણો પણ નોંધો.દા..
પ્રગતિનું વર્ણન કરો, તસવીરો લો, સ્કેચ
બનાવવુ, આના
પરથી જો કોઇ બાબત યોજના અનુસાર ન હોય, અચાનક કશુ
નવુ થતુ હોય તો તે ધ્યાન આવશે. કયારેક આવા
નીરીક્ષણો પાછળથી ખુબ જ ઉપયોગી બને છે. |
માહિતી વ્યવસ્થિત કરી
પરીણામો રજુ કરો
મોટાભગની માહિતીમાં આંકડા હોય છે. તેને પરીણામે
રજુ કરી શકાય છે. આંકડા, ગ્રાફ,
કોષ્ટકો અને
નકશાનો ઉપયોગ કરી શકાય છે. સંશોધનનો નિષ્કર્ષ આ
ભાગ પર આધારીત હોય છે. આભાગ જેટલો વધારે સારી રીતે
થાય તેટલુ નિર્ણય પર આવવાનુ સરળ બને. |
માહિતી આ રીતે રજુ થવી જોઇએ.
ગ્રાફ, કોષ્ટકો, નકશાઓ સાથે
લેખીત સ્વરુપે.
કોઇપણ જાતના નિષ્કર્ષ કે મુ્લ્યનિર્ણય વિના.
પરીણઆમોનું વિશ્લેષ્ણ કરો અને તે વિશે ચર્ચા કરો.
પરીણામો વિશે વિચારો, તેમાંથી શો અર્થ તારવી શકાય
છે તેનુ અર્થધટન કઇ રીતે થાય છે ? પ્રયોગો અને
નિરીક્ષણોના વિવિધ ભાગો વિશે
ચર્ચા
કરવાથી માહિતી
દ્વારા મળતા પરીણામો વિશે વધારાના સંદર્ભો મળે છે.
માહિતીમાંથી કોઇ સ્પષ્ટ આકાર, સંબ્ધો અને સહસંબંધો
શોધવા પ્રયત્ન કરો. |
નિષ્કર્ષ પર આવોઃ
તમે જે નિર્ણય પર આવ્યા છો તે તમારી ધારણાને આધારે
આવે છે ? સંશોધનમાં આ એક મહત્વનુ પગલુ છે.
પ્રોજેકટમાંથી શું શીખવા મળ્યુ તે બાબત છે. ભાર
મુકાવો જોઇએ. નિષ્કર્ષના વિધાનોને એકત્રિત
માહિતીનો આધાર હોવો જોઇએ. અને તે હેતુ અને ધારણ
સાથે સીધો
સંબંધ ધરાવતા હોવા જોઇએ. |
પ્રોજેકટનું મૂલ્યાકંન કરોઃ
તમે કરેલો પ્રયોગ યોજના મુજબ થયો છે ? જો પ્રયોગ
યોજના મુજબ થયો હોય તો અનુવર્તી સંશોદન માટે કોઇ
રસપ્રદ મુદ્દાઓ તેમાંથી મળે છે ? જો પ્રયોગ યોજના
મુજબ ન થયો હોય તો તેનુ કારણ શોધો. તમારી યોજના
વધુ પડતી હોય તો તેમાંથી તમને શું શીખવા મળ્યુ ? આ
બધા પ્રશ્નોના ઉતરો શોધો. તેમાંથી તમને આગળના
સંશોધનો માટે ભલામણ
ઘડવામાં મદદ રહેશે. |
આખરી અહેવાલ લખોઃ
આખરી અહેવાલ લિખિત કે મૌખિક કોઇપણ રુપે હોઇ શકે છે
તેમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેસ થતો હોવો જોઇએ.
શીર્ષકઃ
અહેવાલનું શીર્ષક સ્પષ્ટ હોવુ જોઇએ. શીર્ષક
વાંચતાની સાથે લેખના વિષયનો ખ્યાલ આવી જવો જોઇએ.
ટૂંકસારઃ
આખા અહેવાલનો ટુંકસાર ૧પ૦ થી રપ૦ શબ્દોમાં
આવી જવો જોઇએ. નીચલા ધોરણોમાં ભણાત વિદ્યાર્થીઓ
માટેનુ લખાણ આથી ય ટુંકુ હોવુ જોઇએ ટુંકસારમાં
સંશોધનના હેતુઓ, પદ્વતિનું ટુંકુ વર્ણન
અનેનિર્ષ્કષ હોવા જોઇએ. |
|
|