ગુજરાતનું સમગ્ર બાલઊર્જા રક્ષક દળ ૧૪ ડીસેમ્બર ના રોજ આવતા રાષ્ટ્રીય ઉર્જા સરંક્ષણ દીનની ઊર્જાદીન તરીકે ઉજવણી કરશે. કેટલીક શાળાઓએ તો ઊર્જા સપ્તાહની ઉજવણી કરી હતી.

ઊર્જાદીનની ઉજવણી અંતર્ગત હાથ ધરાયેલ કાર્યક્રમોમાં પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા, સુત્ર લેખન સ્પર્ધા, ઊર્જા બચત અને વીજચોરી વિશે રેલી, વગેરેનો સમાવેશ થાય છે કેટલીક શાળાઓએ તે દિવસે પોતાની શાળામાં થતા ઊર્જા વપરાશનું ઓડીટ હાથ ધર્યુ હતુ. તો કેટલી ધાર્મિક જુથો માટે અને માતાઓ ઊર્જા બચત નિર્દશનોના કેટલાક રસપ્રદ કાર્યક્રમો પણ યોજાયા હતા. બર્ડ કાર્યક્રમ અંતર્ગત નોંધાયેલા તમામ ૯૯ર શાળાઓમાં સહુ કોઇ ઊર્જા બચતની અગત્યની સમજે તે માટે દરેક પ્રયત્‍ન કરાયા હતા.

 
 
“બાળકોએ તેમની મમ્મીઓને શીખવ્યુ કે ઊર્જા કેવીરીતે બચાવી શકાય ?”
-અનિલ પટેલ, સંચાલક, નિસર્ગ કમ્યુલિટી સાયન્સ સેન્ટર,
વધુ
 
“પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરા પટ્ટીની શાળાઓએ ઊર્જાબચત અપનાવવા અને વીજચોરી અટકાવવાના સંદેશાના પ્રસાર માટે ભારે જહેમત ઉઠાવી છે..”
મુકેશ પાઠક, સંચાલક, નેચર એજ્યુકેસન, એન્ડ કન્ઝવેર્શન સોસાયટી, સિંધગેટ,
વધુ
અમે વિકસાવેલી કેરમની રમત પર ખુબ જ સરળ રહી તેનાથી પુનઃપ્રાપ્ય ઊર્જાનો સંદેશાઓ તત્કાળ જ ઘરઘર સુધી પોહંચી ગયો.
આ રમતમાં કાળી ટુકડી પરપંરાગત ઊર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે અને સફેદ ટુકડીઓ પુનઃપ્રાપ્ય ઊર્જાનું સફેદ ટુકડી કયારેય હારતી નથી. કારણ કે તે ફરી ફરી મેળવી શકાય છે આ રમત વિશે વધુ જાણો

ભાવિનભાઇ જોશી, ઉર્જા સારથી, ગોપાલન વિધાસંકુલ, ભચાઉ, જી.કચ્છ

 

   
   Always switch off the lights when you leave a room.

more...