કેવળ ઉપદેશ -શિખામણ આપ્યા કરે તેને કોઇ સાંભળે નહી. શબ્દો કરતા કાર્યો વધારે મોટેથી બોલે છે લોકોના હદયમાં એ સંદેશો સીધો જ હૈયા ઓસરે ઉતરી જાય છે રક્ષકની અષ્ટવિધ યોજના પૈકીની આ કામગીરીથી ઊર્જા બચત ક્ષેત્રે આપ સીધુ યોગદાન આપી શકશો. પરીણામે તમે જે સમાજને વધશે ને લોકોને જઇ રહ્યા છે તેમાં તમારુ માન વધશે. ને લોકોને તમારા કામમાં ને તમારી વાતમાં વિશ્વાસ બેસશે.

એક ઊર્જા રક્ષક તરીકે આપે તમારા મિત્રો અને પાડોશીઓના રે કે વ્યવસાયના સ્થળે નાની નાની સેવાઓ પુરી પાડી ઊર્જા બચત માટે તેમને મદદ કરવાની છે.

બહુ મહત્વાકાંક્ષી બનતા નાની વાતથી શરુઆત કરો. તમે તારા પાડોશીને ત્યા જઇ તેમના ધટના ધુળગ્રસ્ત લાઇટો અને પખા ઓફ કરો ને તેમને તેમનુ વીજળીબીલ વાંચતા શીખવો તેમને એક સ્લેબ નીચા ઉતરી વીજળી તથા નાણાંની બચતનો લાભ લેવાનું શીખવો. તમે એમને એમનું રેફ્રીજરેટર ડીફોસ્ટ કરવા જણાવી રાખે તેમના રના એરકન્ડીશનની જાળી પર જામેલ ધુળ કે કચરો સાફ કરવા જણાવી શકાય. અથવા તેમના રના ટપકતા નળના વોશર બદલવાનુ ગોઠવી શકો. તમે એમને સુર્યકુકરમાં બનાવેલ રસોઇ ચખાડી શકો કે તેમના રમાં ઇન્કેન્ડેશનર બલ્બના સ્થાને કોમ્પેકટ ફલુરોશન્ટ લેમ્પ વાપરવા જણાવી શકો.સાધનોની મરામત શિબિર પણ તમે યોજી શકો છો.

 
 
સ્વૈચ્છિક સેવાના સ્વયંસેવક બનવા શું કરશો ?

તમે જ્યાં ઊર્જા સેવા પૂરી પાડવા માંગતા હો તે ર કે સંસ્થાની મુલાકાત લો. તેમનો સહકાર મેળવો. કોઇ મહેનતાણા વિના તમે તેમને સેવા પુરી પાડો. અલબત તમે એમને જો કોઇ તમે પુરી પાડેલ સેવાના ખર્ચ વિશે જરુર જણાવો.

સ્થાનિક ઇલેકટ્રીશીયન, પલ્મબર કે અન્ય સર્વિસ મેન સાથે પંખાના બેરીંગ ફીટ કરવા, નળના વોશર બદલવા વગેરે જેવી સેવા વળતર દરે કરી આવા માટે ગઠબંધન કરો.

લોકો પોતે કરાવેલ ઇલેકટ્રીકલ અને પ્લમ્બીંગ કામના પહેલેથી નિધાર્રિત દર ચુકવે છે કે નહીં તે તપાસતા રહો.

તમારા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા તમે વ્યક્તિગત કે સામાજીક સંસ્થા પાસેથી ભંડોળ એકત્રિત કરો.

તમારી નજીકના વિસ્તારમાંના ઉત્પાદકો અને વિક્રેતાઓને ઊર્જા બચત કરતા સાધનો રાહત દરે પુરા પાડવામાં આવે તે માટે ઉત્પાદકો, વિક્રેતાઓને જણાવો.

સ્થાનિક નાગરિક સંસ્થા, પર્યાવરણીય બાબતો સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સેવા સંસ્થા સાથે વૃક્ષો ઉગાડવા તેમજ વૃક્ષોની રક્ષા માટે ગાર્ડ પુરા પાડવા માટે ગઠબંધન કરો.

 

   
   Always switch off the lights when you leave a room.

more...