|
|
 |
|
|
|
હોમ
| ઊર્જા બચાવો
| ઊર્જા અને વિકાસ |
 |
|
જે તે દેશના ઊર્જા વપરાશ તેના
વિકાસના સ્તર સાથે ગાઢપણે સંકળાયેલો છે. ખર્ચની
દ્રષ્ટિએ પરચડે તેવી કિંમતે અને પર્યાપ્ત
માત્રામાં ઊર્જા પુરવઠો ન મળે તો તેની આર્થિક
વૃદ્વિ પર માઠી અસર પહોંચે છે. ખાસ કરીને
જ્યાં માથાદીઠ ઊર્જા વપરાશનુ સ્તર નીચુ ગયુ છે.
તેવા
વિકાસશીલ દેશોને આ વિશેષ લાગુ પડે છે. આપણે ભારત
દેશ પણ આ વિશેષ
લાગુ પડે છે. આપણે જે માત્રામાં અને
જે ગુણવત્તાની ઊર્જા પુરી પાડી શકીએ તેટલા
પ્રમાણમાં આપલુ આર્થિક ભાવિ ઉજળુ બની રહે.
અલબત, ઊર્જા જરુરીયાત અને ઊર્જા પુરવઠો બન્ને જુદી
વસ્તુ છે.
ઘણા લાંબા સમયથી આખુ વિશ્વ ઊર્જા
પુરવઠો
વધારવા પર ભાર મુકી રહ્યું છે જેમાં ખાસ કરીને
વીજ ઉત્પાદનનો સમાવેશ થાય છે. જો કે મોટા ભાગને
ગ્રીડ આધારિત વીજપુરવઠો અને તેની પ્રવહન વિતરણ
પદ્વતિ નકામી છે અને ઊર્જાની બચત કરીને ઓછી કીમતે
તે આપલે વપરાશદારોને પહોંચાડી શકીએ તેમ છીએ. એ વાત
હવે સ્વીકારવા માંડી છે એ જ રીતે ઊર્જા પોતે
ઉપયોગી છે.એટલુ જ નહીં, ઓછી ઊર્જા વાપરીને સેવા
પુરી પાડી શકાતી હોય, કામ પારપાડી શકાતુ હોયતો ઉજા
સેવા પણ પુરી પાડે છે. તેમ કહેવાય.
ઘણા કિસ્સાઓમાં
આર્થિક રીતે તે લાભકારક બની શકે.
આપણે ગુજરાતીઓ તો બધી બાબતમા મોખરે રહેવામાં
માનનારા આપણુ ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક અને
વિકસિત રાજ્યો પૈકીનુ એક છે. આપણને વધુ વિકાસ માટે
વધુ ને વધુ વીજળીની સતત જરુર રહે છે અને વિકાસમાં
અગ્રેસર રહેવા માટે એથી પણ વધારે ઊર્જાની જરુર પડે
છે. ર૦૦૩ના વર્ષમાં અન્ય ભારતવાસીઓનો માથાદીઠ
વીજવપરાશ વાર્ષિક ૪૦૦ યુનિટનો હતો ત્યારે ગુજરાતનો
તે દર ૯૩ર યુનીટનો હતો.
પરંતુ આપણે આવી વાતોમાં આધાર લઇ શકીએ
નહી. ગુજરાતમાં ૧૦૦ ટકા વીજળીકરણ થઇ ગયુ હોવા છતાં
આપણી પાસે પુરતી વીજળી નથી. કેટલાક ગામોમાં
સાતત્યપુર્ણ ધોરણે વીજળી પુરી પડાતી નથી. દુરવર્તી
વિસ્તારની કેટલીક શાળામાં પુરતા પંખા, લાઇટો,
કોમ્પ્યુટર નથી ઇન્ટરનેટ સુવિધા તેમના માટે એક
સપનું માત્ર છે.
ઘણા ગ્રામ આરોગ્ય કેન્દ્રોમાં
કટોકટી વેળાએ ઉપયોગી જીવનબચત દવાઓ ઉપલબ્ધ નથી.
સાતત્યપુર્ણ વીજપુરવઠાના અભાવે તેઓ આવી દવાઓ
રેફીજરેટરમાં સંગ્રહી શકતા નથી.
એ જ રીતે વીજકાપ અને વીજખેચનાર કૃષિ અને ઔદ્યોગિક
ઉત્પાદનોપર માઠી અસર પહોંચે છે. આથી જ આપણે
વીજળીનો બુદ્વિતાપુર્વક શાણપણભર્યો અને સંયમિત
ઉપયોગ કરવો જોઇએ. એ રીતે આપણો રાજયની પ્રગતિ અને
વિકાસમાં આપણુ યોગદાન આપી શકીશુ.
આપણે વીજળીનો દુરુપયોગ કરીએ છીએ. અવિચારી પણે તે
વાપરીએ છીએ અને
વીજચોરી
કરીએ છીએ ત્યારે આપણે રાજ્યનો
આર્થિક અને પર્યાવરણીય બોજો વધારીએ છીએ સાથી જ
ઊર્જા શાણા બનો. |
|
|
|
ગુજરાતમાં વીજળીના દામ |
|
ગુજરાતમાં વીજળીના દામ
ગુજરાતના વીજવપરાશદારો મોંઘા બળતણ
ખર્ચમાં અન્ય
રાજ્યોની સરખામણીમાં વીજળીના ઉંચા દામ ચુકવે છે.
(જીઇબી સાઇટમાં થી
કોઠો અહી જોડો
www.gseb.com
ગુજરાતમાં કોલસાનો જથ્થઓ નથી આથી વીજઉત્પાદન માટે
આપણે ૧પ૦૦ કી.મી. દુર બિહાર અને ઝારખંડથી કોલસો
મંગાવવો પડે છે. પરીણામે નાણા
બોજ વધે છે. અને
નષ્ટપ્રાય ખનીજબળતણો વપરાઇ જવાને કારણે પર્યાવરણીય
બોજ પણ વધે છે.
ગુજરાત વિદ્યુત બોર્ડ મુજબ દર એક કીલો કોલસો બળે
ત્યારે માંડ ૧.પ યુનીટ વીજળી ઉત્પન્ન થાય છે.
વીજળી વાપરતી વખતે આપલે બીજી એક વાત યાદ રાખવાની
કે એક યુનીટ વીજળી ઉત્પન્ન થાય છે ત્યારે ૯૦૦
ગ્રામ અંગારવાયુ વાતાવરણમાં ઓકાય છે. જેના પરીણામે
વૈશ્વિક તાપમાનમાં વધારો અને હવામાનમાં ફેરફારોએ
જેવી સમસ્યાઓ ઉદભવે છે.
અગાઉ કહ્યું તેમ ગુજરાતીઓની માથાદીઠ વીજમાત્ર
ર૦૦૩-૦૪ ના વર્ષમાં વાર્ષિક ૯૩ર યુનીટ હતી. હવે
જરા વિચારો પ કરોડ ગુજરાતીઓની વીજમાગ સંતોષવા
કેટલો કોલસો જોઇએ...અને એ કોલસો વાતાવરણમાં કેટલો
અંગારવાયુ ઓકશે. વ્યક્તિગત ઊર્જા
જરુરીયાત પુરી
પાડવા માટે વર્ષો સરેરાશ ૬૩પ કિ.ગ્રા. કોલસો જોઇએ.
આપણા ઘર, કચેરી, કે કારખાનામાં પ્રકાશ સુવિધા માટે
કેટલું અશ્મીબળતણ ખર્ચાઇ જાય છે તેનો વિચાર કર્યા
છે કદી
1 મે.વો.
ઘનતાનું વીજમથક સ્થાપવા રાજ્યને
રૂ.
૪ થી પ કરોડની મુડીની જરુર પડે ઉત્પન્ન થયેલ વીજળી આખરી
વપરાશદાર સુધી પહોંચાડવા માટે અર્થા એ વીજળીના
પ્રવહન ઇવતરણ માટે બીજા
રૂ. ર.પ કરોડની જરુર પડે
સરકાર વીજળી સહાયિત દરે પુરી પાડે છે. એટલે
ઘર અને
કૃષિ ક્ષેત્રના વપરાશદારો માટે વીજળીના દર તેની
વાસ્તવિક કિંમત કરતા
ઘણા નીચા છે. |
|
|
|
 |
|
વીજળીની બચત શા માટે ? |
|
|
|
આપણે આપણા
ઘરમાં મહીને ર યુનીટ વીજળી
બચાવવાની પ્રતિજ્ઞાલઇએ તો દર મહીને આપલે ૪૦,૦૦૦ વીજયુનીટ
બચાવી
શકીએ, એટલેકે વર્ષે ૪,૮૦,૦૦૦ વીજયુનીટ આ આંકડો પ મે.વો.
ક્ષમતાના વીજમથકને સંમકક્ષ થાય. આટલી ક્ષમતાનો વીજપ્લાન્ટ
બાંધવા
રૂ. ર૦ કરોડનું ખર્ચ
કરવુ પડે. અને તેના પ્રવહન વિતરણ
પાછળ બીજા ૭પ કરોડ રુપિયાનું ખર્ચ થાય. |
|
|
|
|
|
તમે જાણો છો ? |
|
પાણીની બચત - વીજળીની
બચત
હા, જો તમે પાણીનો
શાણપણભર્યો ઉપયોગ કરી તેની બચત કરો તો તમે વીજળીની બચત કરો છો
અહીં કેટલાક
દ્રષ્ટાંત આપ્યા છે.
કૃષિ ક્ષેત્રની વીજમાત્ર કુદકે ને ભુસકે વધી રહી છે. હજુ બે
દાયકા પહેલા કુલ વીજવપરાશના ૧પ ટકા વીજળી સિંચાઇ પાછળ વપરાતી
હતી, આજે તે વધીને પ૦ ટકા આંકને લગભગ પહોંચવા આવી છે.
વધુને વધુ પાક લણી લેવાના મોહમાં આપણે આપણી જળસંપદાનો નાશ કરી
રહ્યા છીએ. પાણીના તળ ઉંડા ને તંગ થતા ગયા છે. મહેસાણા, પાલનપુર
અને પાટણ જિલ્લામાં તો તે ૧ર૦૦ થી ૧પ૦૦ ફુટ જેટલા પાણી ઉંડા થઇ
ગયા છે. આ ખરેખર કાળા પાણીની સજા છે. |
|
તિખારોઃ મરે કિસાનભાઇ, જય ઊર્જા જય બચત,
અન્યથા પાણીની જબરદસ્ત અછત |
|
|