ઊર્જા સુરક્ષા એ જ જીવન સુરક્ષા
મધુભાઇ સોરઠીયા, ઉર્જાસારથી, લોકવિજ્ઞાનકેન્દ્ર, અમરેલી

બાળકો કોઇપણ પરીવર્તન માટેના ખંતીલા માધ્યમ હોઇ બાલ ઊર્જારક્ષક દલ કાર્યકણ ઊર્જાની તંગી સામે અસરકારક વીમાનુ કામ કરશે. વડીલો જ્યાં હાથ હેઠા મુકે ત્યાં બાળકો સફળ થઇ શકે છે. સૌથી મોટો લાભ લાંબાગાળની અસર છે. સુનિતિ કરે છે કે આવતી પેઢી ઊર્જાશાણી બની રહેશે.
ર૦૦૩માં યોજાયેલ બાલ સેના ઠાકરે વીજ રક્ષા ઝુંબેશ દરમ્યાન અને બાળકોમાં રહેલ અપાર શક્તિ અને ધગ જોયા વીજચોરી ધ્‍વારા વીજળીના થતા દુરુપયોગ સામે અને ઊર્જાના વ્યય અને બિનકાર્યદક્ષ ઉપયોગ સામે જનજાગૃતિ આણવામાં બાળકોએ બહુ અસરકારક કામગીરી બજાવી. રાજ્યના તમામ દલો એકત્રિત થઇ ઝુંબેશ ચલાવે તો ચોક્કસ નોંધપાત્ર ઊર્જા બચત થઇ શકે.
અમે બર્ડ કાર્યક્રમની કામગીરી શરુ કરી દીધી છે. ૧૪ ડીસેમ્બર અમે શાળામાં રાષ્ટ્રીય ઊર્જા સરંક્ષણ દીનની ઊર્જાદીન તરીકે ઉજવણી કરી. અમરેલીની વિશાળ જનતાને આ કાર્યક્રમની જાણકારી મળે તે માટે અમે વિવિધ વિસ્તારોમાં રેલી કાઢી. આ તો કેવલ શરુઆત છે. હજુ તો અમે આગલ ઉપર ણી બધી કામગીરી કરવાના છીએ.
હું જીવનવિમા નિગમનો નિવૃત અધિકારી છુ અને આજે એક ગૌરવવંતો બાલઊર્જા રક્ષક દળનો સભ્ય છુ. મને આ કાર્યક્ર સાથે જોડાવાથી સવિશેષ આનંદ થયો છે. કારણ કે મને પોતાને વીજળી વિશે ઘણી વિશદ જાણકારી તેને લીધે મળી છે. અને વીજળી શા માટે બચાવવી જોઇએ તે હું સમજયો છુ. આથી જ મારો નવો જીવનમંત્ર છે ઊજા સૂરક્ષા એ જ જીવન સુરક્ષા
અમારે બે માંથી વીસ થવુ છે.
નંદકુમાર કાસર, સંચાલક, વિક્રમ વિજ્ઞાનમંડલ, એસએમ.હાઇસ્કુલ, ધરમપુર, જી.વલસાડ

 

સૌથી મોટી મુશ્કેલી દુરદુરના વિસ્તારો સુધી પહોચાડવાની હતી. ડાંગ જિલ્લામાં અમારે ખાસ્સી મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે ડાંગ જિલ્લો મુખ્યત્વે અંતરીયાળ આદિજાતી વિસ્તાર છે અહીના લગભગ ૪૦ ટકા ગામો દુર્ગમ છે ત્યાં સુધી પહોચવાનુ મુસ્કેલ છે. કારણ કે બસ છેક અંતરીયા વિસ્તારમાં જતી નથી. ચોમાસાના દીવસોમાં અમારો બધે થી સંપર્ક તુટી જાય છે. કારણ કે રસ્તા કાંતો રહેતા નથી અથવા ખુબ જ બદતર હાલતમાં હોય છે.
આ વિસ્તારની મુખ્ય સમસ્યા એકધારી સાતત્યપુર્ણ ધોરણે વીજળી મળતી નથી તે છે. વીજકાપ અહીં વારેવારે થાય છે. વીજચોરી અને વીજબીલ ચુકતે ન કરવુ એ તો અહી કાયમનુ છે. અમારી સામે બેવડો પડાકર છે. એક તો લોકને પોતાનુ વીજળીબીલ ભરપાઇ કરવાની અગત્યનતા સમજાવવી . સાથે સાથે સુરજ ઊર્જાનો ઉપયોગ કરવા માટે તેમને પ્રેરવા.
અમે ઇચ્છીએ છીએ કે બર્ડ કાર્યક્રમ ઓછામાં ઓછુ બે વર્ષ તો ચાલે જ જેથી અમારી મોબાઇલ પ્રદર્શન વાન અને અમારા ઊર્જારક્ષકો અને ઉર્જા આગેવાનો ગામ સુધી જાગૃતિ ઝુંબેશ પહોચાડી શકીએ. વલસાડ જિલ્લાની ૪૩ શાળાઓને અમે બર્ડ કાર્ય્રક્રમ પ્રવૃત કરી શકયા પરંતુ ડાંગની તો માત્ર ર શાળાઓને પ્રવત કરી શકયા છીએ. આગામી વર્ષે ચિત્ર બદલાય તેવુ અમે ઇચ્છીએ છીએ. ડાંગ જિલ્‍લામાં ર ના સ્થાને ર૦ શાળાઓ પ્રવૃત થાય તેવુ અમેઇચ્છીએ છીએ.

 
ના...ના....આ કોઇ બીજો કાર્યક્રમ નથી !
કાર્યક્રમમાં તો આપણને સહુને ઊર્જા સમૃદ્વ બનાવતી કાર્યયોજના છે.
દીપક પટેલ, ઊર્જાસારથી,પ્રમુખસ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર, બડોલી, જી.સાબરકાંઠા

અમે પહેલી વાર શિક્ષકોનો સંપર્ક સાધ્યો તો સૌ પ્રથમ તો એમને એવુ જ લાગ્યુ કે, સરકાર ધ્‍વારા તેમના પર લાદવામાં આવતો એક કાર્યક્રમ હશે પંરતુ ઊર્જા આગેવાન તાલીમ લીધા બાદ તેમણે પોતાનો મત બદલ્યો. તેમને લાગ્યુકે આકાર્યક્રમ તો તેમના પોતાના સહુ કોઇના જીવન સાથે સીધો જ સંકળાયેલો કાર્યકમ છે. તાલીમ કાર્યક્રમ તેમને ઊર્જા સીમ..સીમ...ની યુક્તિ શિખવાડવામાં આવી. જે વાસ્તવમાં તમારા રમાં વપરાતા ઊર્જા વપરાશનો હિસાબ રાખવાની એક પદ્વતિ છે. જે શિખવાથી તમારા રમાં ઊર્જા કયાં ખોટી વેડફાય છે તેનો ખ્યાલ આવતા દરેક જણ એક નિષ્ણાતની જેમ ઊર્જાબચતની અસરકારક યોજનાનો અમલ કરી શકે છે.
વધુમાં અમને વીજળી બીલમાં જે બચત થાય છે તે પૈસાથી અને બાલકો માટે સારા પુસ્તકો વસાવી શકીએ છી. નવા હોબી કલાસમાં તેને પ્રવેશ અપાવી શકીએ છીએ.
નવી ઊર્જાકાર્યદક્ષ લાઇટોમાં થતી વીજબચતનું અને લોકોને ખાતરીપુવર્કનું નિર્દશન કરી શક્યા, એ માટે અણે કાસ ડેનો બોર્ડ તૈયાર કર્યુ હતુ. આ બોર્ડમાં ટયુબલાઇટ, સ્લીમ લાઇટ, જુદા જુદા વોટની કોમ્પેકટ ફલુરોશન્ટ ટયુબલાઇટ પંખા માટેના પરંપરાગત અને ઇલેકટ્રોનક રેગ્યુલેટરો વગેરે જડેલા હતા. વોટમીટરની મદદથી દરેક સાધનનો વાસ્તવિક વીજવપરાશ માપવામાં આવતો હતો. પરંપરાગત અને ઇલેકટ્રોનીક ફેન રેગ્યુલટર્સના વપરાશથી પંખામાં વપરાતી વીજલીનુ માપ જોઇ તેઓ આર્યચકિત થઇ ગયા. ઇલેકટ્રોનિક રેગ્યુલેટર વાપયુ હોય તે પંખા ઓછી ગતીએ ચાલતા હોય ત્યારે તેમાં ખાસ્સી વીજળી બચે છે. પણ જોતે વધુ ગતીએ ચલાવવામાં આવે તો કોઇ બચત કરતા નથી. આપણે માનીએ છીએ તેનાથી એકદમ વિરુધ્‍ધ પરંપરાગત રેગ્યુલેટર ધરાવતા પંખા ઓછી ગતીએ ફરે તો કોઇ વીજબચત કરતા નથી. વાસ્તવમાં ધીમી ગતીએ ફરે ત્યારે તે વધુ વીજળી વાપરે છે. પરંપરાગત ફીટીંગ્સવાલી ૪ ની ટયુબલાઇટ વધુ વીજળી વાપરે છે. જ્યારે ઇલેકટ્રોનીક બેબાસ્ટ લગાડેલી જ ની ટયુબલાઇટ વાપરવાથી ઊર્જા ઓછી વપરાય છે.
કાર્યક્રમની સફળતાનો આધાર શિક્ષકો પર છે તે માટે પોતાની શાળાના વિદ્યાર્થાઓને પ્રેરવાની જવાબદારી તેમની છે. ઊર્જા સારથી તરીકે અમારે શિક્ષકોનો પ્રોત્સાહિત કરતા રહેવાના છે. જેથી તેઓ ખંતપુર્વક અને સાતત્યપુર્વક ઊર્જારક્ષક માગર્દશર્નન આપતા રહે.

છેક આખરે, છતાં મોખરે !
ભાવીનભાઇ જોશી, ઉર્જા સારથી, ગોપાલન વિધા સંકુલ, ભચાઉ, જી.કચ્છ

અમારી પાસે શાળાઓનો સંપર્ક સાધવા માંડ એક અઠવાડિયાનો સમય હતો. એક તો અમારો જિલ્લો આટલો વિશાળ એટલે શાળાઓ સુધી પહોચવામાં વધુ મુશ્કેલીઓ પડી. રણપ્રદેસ કે દુરદુરના અંતરને ન ગણકારીને અને શાળાઓનો તેમના આચાર્યશ્રીઓનો સંપર્ક સાધ્યો. ને તેમને બાળ ઊર્જા રક્ષક દલમાં જોડાવા માટે સમજાવ્યા. કેટલાક સંમત થયા. કેટલાક વળી પાછો એક નવો કાર્યક્રમ માનીને જોડાવા માટે આનાકાની કરતા હતા. પરંતુ અને શિક્ષકો માટે ઊર્જા આગેવાન તાલીમ કાર્યક્રમ યોજયો. ત્યારબાદ કાર્યક્રમ માટેનો તેમના દ્રષ્ટિકોણ બદલાયો. તેઓ એકદમ ઉત્સાહી થઇ ઉઠયા, ૧૪ ડીસેમ્બરના ઊર્જાદીનની ઉજવણીમાં અમને ખુબ સારો પ્રતિસાદ સાંપડયો. અમને શરુઆતમાં વિલંબ થયો હતો. તેનાથી અંમે પાછા પડયા. હા અને કાર્યક્રમાં સૌથી છેલ્લે જોડાયા છીએ પરંતુ સૌથી મોખરે રહેવાનુ અમારુ ધ્યેય છે.

 
વીજચોરીની સમસ્યાઃ
દીપક પટેલ, ઊર્જાસારર્થી બડોલી

વીજચોરી એ ખુદ સમસ્યા છે. પણ એ વધુ ઘેરી સમસ્યા છે એ માટે છે કે લોકોને હજુ તેને બહુ ગંભીર ગુનો ગણતા નથી. અમારી સામેનો સૌથી મોટો પડકાર વીજળી મૂર્ત નથી. અમુર્ત છે. દેખી શકાતી નથી પણ ગેરકાયદે તે મેળવવામાં આવે તો તે ગુનો બને છે તેને કારણે રાજ્યના વીજતંજ્ઞત્રને સારુ એવુ નુકશાન ભોગવવું પડે છે એ વિશે લોકોએ સમજ આપવાનો છે લોકોમાં એ અંગે જાગૃતિ આવવી જરુરી છે કે, વીજચોરી ખોટી બાબત છે ગુનો છે ભલે મોટા ગણાતા માણસો એ પ્રવૃતિમાં સડોવાયેલા હોય તો પણ તે ગુનો એ ગુનો જ છે.
દરેક જણ વીજચોરીને ગુનો ન માને, ને થોડા પ્રમાણમાં ચોરી કરતો રહે, તો રાજ્યમાં વીજવપરાશદારો કેટલા '! તમારો નાનકડો ગુનો કેટલું મહાકાય સ્વરુપ ધારણ કરે !
વીજચોરી એ બેવડી ધારવાળી તલવાર છે તેનાથી વીજતંત્રને નાણાંકીય ખોટ સહન કરવી પડે છે વધુમાં ગેરકાયદે વીજળીખેચાઇ જતા ખાસ ભાર માટે તૈયાર કરાયેલ માગ પુરવઠા વચ્ચેનુ સંતુલન ખોરવાઇ જાય છે ઓવરલોડને કારણે સિસ્ટમની ક્ષમતા પર વધારે દબાણ આવે છે. ત્યારે વારેવારે બ્રેકડાઉન સજાર્ય છે ને તેની મરામત નિભાવ પાછળ ખાસ્સુ ખર્ચ થાય છે.

નિસર્ગ લોકવિજ્ઞાન કેન્દ્ર ગાંધીનગરના સંચાલક શ્રી અનિલભાઇ પટેલ જણાવેછે કે, લોકો વીજચોરી કરે છે કારણ કે લોકોને તેની અસરોની ખબર નથી. એ કોઇ ગંભીર ગુનો એની તેમને જાણ નથી. તેનાથી રાષ્ટ્ર વિકાસની ગતિને અસર પહોંચે છે. એ વાતથી તેઓ અજ્ઞાત છે. મોટાભાગના લોકો એમ માને છે કે રાજ્યરકાર આપણી પાસેથી વીજળીના ભારે દામ વસુલ કરે છે. એટલે આપણે ખોટુ કરતા નથી આપણે લોકોને એ સમજાવવાનુ છેકે વીજળી એ એક ખર્ચાળ ઊર્જા સંપદાછે. અને રાર્ષ્ટના વિકાસ માટે ખર્ચા ઊર્જા સંપદા છે અને રાષ્ટના વિકાસ માટે તે જાણવુ આપણા માટે બહુ જરુરી છે. જો લોકો આપણે દર્શાવેલ ઊર્જાબચત ના સુચનોનો અમલ કરે તો સારી એવી ઊર્જા બચાવી વીજબીલ ટાડી કે તેમ છે. વીજચોરીના નૈતિક અને આર્થિક પાસાની જાણકારી હોય તો મોટાભાગના લોકો વીજચોરી કરવાનુ ટાળે.

 કોમ્પેકટ ફલુરોશન્ટ લેમ્પઃ વીજબચત માટે એકદમ યોગ્ય
બર્ડની તાલીમ લીધા બાદ અમેરલીના ઊર્જાસારખથી મધુભાઇ સોરઠીયા ઊર્જાબચત માટે શું શીખ્યા તે જણાવતા કહે છે કે, મારા રમાં કો્‍મ્પેકટ પલુરોસનટ્ લેમ્પ લગાવ્યા પછી મારા વીજબીલમાં ખાસ્સો નોંધપાત્ર ટાડો મળ્યો. સીએફએલ મોંધીજરુર મળે છે. પણ તેનાથી વીજળીની બચત પણ સારી એવી થાય છે.પંખામાં પરંપરાગત રેગ્યુલેટર ના સ્થાને મે ઇલેકટ્રીક રેગ્યુલેટર લગાવ્યા પછી મને વીજખર્ચમાં ખાસ્સી રાહત મળી છે.
મધુભાઇ સોરઠીયા, ઊર્જાસારથી, લોકવિજ્ઞાન કેન્દ્ર, અમરેલી.

નવીનતા અપનાવો
હરહમેંશ કંઇ નવું નવું કરો.
ચાલો આપણે ઊર્જા સંદેને ર સુધી પહોંચાડીએ...
ભાવેશ ભરાડ, સંચાલક કલ્યામ, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનર,

ગુજરાતને ઊર્જા સાણુ બનાવવાના સંદેશને ર સુધી પહોચાડવા માટે બર્ડ કાર્યક્રમના ભાવનગર જિલ્લાના સંચાલક ભાવેશભાઇ ભરાડને એક સરક વિચાર આવ્યો છે તેમના મતે બર્ડ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવાની અષ્ટવિધ કામગીરી પૈકી ઊર્જાશાણી શાળા પ્રવૃતિ ધ્‍વારા ઘરઘર સુધી ઊર્જા સંદેને પહોચાડી શકાય તેમ છે.
તેઓ જણાવે છે કે, બર્ડ કાર્યક્રમ સાથે સંકળાયલે તમામ શાળાઓમાં અમે ધો.૭ થી ૧૧માં ભણતા બાળકો માટે તમારુ વીજબીલ વાંચતા શીખો એ વિશે એક વ્યાખ્યાન રાખવુ દરેક બાળકને પોતાનુ વીજબીલ લઇને આવવા જણાવવુ. બાળકોને ઊર્જા ઓડિટ કેવી રીતે હાથ ધરાય તે સમજાવવુ અને એ દ્વારા રમાં થતા વીજખર્ચ કેવી રીતે કાપ મુકી સકાય તે જણાવવુ.
પ્રવૃતિથી દરેક ર સુધી આ કાર્યક્રમની પહોંચ વિસ્તરશે. શાળાના ર૦ ઊર્જારક્ષકો સુધી તે સીમીત નહી રહે. રેથી વીજળીબીલ લાવવાનુ કહીસુ. એટલે સહજ  છે કે માબાપ એ વિશે વધારે પુછપરછ કરશે અને એ રીતે તેમને આ કામગીરીમાં રસ પડશે.

ચાલો આપણે સુરજની ઊર્જાની ચોરી કરીએ !
નંદકુમાર કાસર, સંચાલક, વિક્રમ વિજ્ઞાનમંડલ, એસ.એમ.હાઇસ્કુલ, ધરમપુર, જી.વલસાડ
ડાંગના આદિજાતી વિસ્તારમાં વીજચોરીનુ અનેવીજળીના બેજવાબદાર ઉપયોગનું દુષણ સારીપેઠે ફુલ્યુફાલ્યુછે. ડાંગ અને વલસાડ જીલ્લાના બર્ડ કાયર્કમના સંચાલક નંદકુમાર કાસર જણાવે છે કે, અહીના ણા દુરવર્તી આદીજાતી વિસ્તારોમાં વીજચોરી તો તેમની જીવનશૈલી બની ગઇ છે
ધરમપુર અને કાપરડા તાલુકાઓમાં ૯૯ટકા વસતી આદીવાસીઓની છે. નદીકીનારે આવલા કથા પ્રદેશમાં વીજચોરીની સમસ્યા છે. નદીના પાણીને ખેચવા ત્યાંના રહેવાસીઓ ઓવરહેડ વીજલાઇનોનો ઉપયોગ કરે છે.અહીની બીજી સમસ્યો છે કે લોકો વીજળી તો વાપરે છે પણ વીજળીબીલ ભરવાનુ જરુરી નથી. સમજતા. વરસ વરસસુધી તેમની વીજળીબીલની રકમબાકી જ બોલતીરહે છે. આથી જ આ વિસ્તારમાં સાતત્યપુર્ણ ધોરણે જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવા જરુરી છે. લોકોને એ સમજાવવાનુ જરુરી છે કે, વીજળી મફતમાં નથી મળતી એટલે તેના દામ તો ચુકવવા જ જોઇ. ડાંગની ૧ર માધ્યમિક શાળાઓમાંના ઉર્જા રક્ષકો અને ઊર્જા આગેવાનોને એ સમજાવવાની જાગૃતિ ઝુંબેશ મે આરંભી દીધી છે. અમારી જાગૃતિ ઝુંબેશમાં માત્ર નેકી, પ્રમાણિકતાના પદાર્થપાઠ જ નહી ભણાવવવામાં આવે લોકને વિવિધ ઊજા સંયત્રો વિશે પણ જાણકારી પુરી પાડવામાં આવશે. વીજળી ખર્ચાળ છે પણ પુનઃપ્રાપ્યત ઊર્જા સ્ત્રોતો વિનામુલ્યે ઊર્જા પુરી પાડે છે. દુરવર્તી આદીજાતી વિસ્તારોમાં તેનો નફાકારક ધોરણે ઉપયોગ થવો જોઇએ.

ઊર્જા સીમ....સીમ.......
તમે તમારી કાર્યયોજનામાં નવીનતા જાણી શકો શીખવા, શિખવવાના નવા નવા નુસખા પ્રયોજી શકો. સાબરકાંઠા જિલ્લાના બડોલી ખાતેના પ્રમુખસ્વામી લોકવિજ્ઞાન કેર્ન્દ્રના ઊર્જા સારથી શ્રી દીપક પટેલે પોતાના ઊર્જાશાણા ર કાર્યક્રમથી શરુઆત કરી છે તેઓ કહે છે જેડાના આ કાર્યક્રમથી આપણે આપણુ વીજબીલ કેવીરીતે ટાડી શકીએ તેની મને ખબર પડી અમે આમારા રના વીજખર્ચમાં જે બચત કરી તે રાજયની તિજોરીમાં અમારુ યોગદાન છે મારા રનુ ઊર્જા ઓડીટ હાથયુ અને વીજબચત માટે રમાં કોમ્પેકટ ફલ્યુરોશન્ટ લેમ્પ વાપરવાનુ નકકી કર્યુ શરુઆતમાં મને રુ.નું ખર્ચ થયુ પરંતુ હવે હું દર મહીને લગભગ રુ.ની બચત કરુ છુ.હું જે સમજયો તે લોકોને વિશ્વાસ પડે તે રીતે સમજાવવા મેં ર્જા ઓડીટ નિર્દશન કીટ, બોર્ડ તૈયાર કર્યુ છે.જેના દ્વારા એક સામાન્ય બલ્બમાં કેટલી વીજળી વપરાશ છે અને સીએફએસ કેટલી વીજળી વાપરે છેતે મે લોકો સમજાવ્યુ છે તફાવત સામે દેખાતો હતો. ઊર્જા આગેવાન શિક્ષકોએ કહયુકે આ નિર્દશનથી ઊજા બચતને સમજવામાં અમને ખાસ્સી સહાય થઇ છે તેનો પોતના રમાં તેનો અમલ કરશે.
વીજળીરાણી અને પ્રસાદ
આપણો સમાજ બહુ ધાર્મિક છે ધાર્મિક સમારંભો અને તહેવારોની ઉજવણી દરમ્યાન પ્રામાણિકતાની ટેવ પાડવા અને વીજચોરીથી વિમુખ કરવા માટે એક સારુ જાહેર મંચ મળીરહે છે. જાહેર સમારંભોમાં વીજચોરી બહુસામાન્ય થઇ ગઇ છે. આપણી ધાર્મિક ભાવનાને અભિવ્યકત કરવા નવો રીવાજ શરુ કરી આપણે પરીવર્તનને આપણાલાભમાં ફેરવી શકીએ પ્રસાદરુપે આપણે વીજળી પુરીપાડી શકીએ.
જાણીને, વાચીને આર્ય થયુ હશે, પણ તમને શું આ વિચાર સારો ન લાગ્યો ?
વીજચોરી અટકાવવા એક રીતેછે આપણે વીજચોરી ખરાબ ટેવ છે એવી લોકોને સમજ આપીએ એમાંય નવરાત્રી, ગણેશ ઉત્સવ, સત્યનારાયણ કથા જેવા ધાર્મિક પ્રસંગોએ આપણે આપણા નીંદનીય છે. જેમ આવા પ્રસંગે આપણે આપણા તરફથી પ્રસાદ આપીએ છીએ દેરાસરોમાં ધી આપીએ છીએ તેમ જે તે પ્રસંગનુ વીજળીબીલ પણઆપણે ચુકવી શકીએ. તેમ જે તે પ્રસંગનુ પ્રમાણિકતાનુ મુલ્ય સહુને સમજાસે. અને વીજળીનો પ્રસાદ આપે તેની જાહેરમાં પ્રશસ્તિ કરવી જોઇએ.
ધ્રુવલ ભટ્ટ, લોકવિજ્ઞાન કેન્દ્ર, વડોદરા,

ઊર્જારક્ષકો સૌર ઊર્જાનેપુનઃ પ્રચલિત કરવાની કામગીરી આરંભી શકે
હીં અમે હાથ ધરેલ જાગૃતિ ઝુંબેશમાં વીજળીનો પ્રામાણિક ઉપયોગ કરવાની બાબતનો જ સમાવેશ થતો નથી. અમે લોકોને વિવિદ સૌર ઉર્જા સાધનો વિશે જાણકારી આપી, જેનો તેઓ વૈકલ્પિક ધોરણએ ઉપયોગ કરી શકે. અમે બાલ ઊર્જારક્ષકોનું એ સમેલન યોજી તેમને પુનઃપ્રાપ્ય ઊર્જામાં પુનઃ રસલેતા કરીશુ. અણે સૌર સાદનોના ઉપયોગ તથા મરામત નિભાવ વિશે કાર્યશિબિરો અને જાગૃતિ કાર્યક્રમો યોજવાનુ વિચારીએ છીએ. અમે જોયુકે ણા સ્થળોએ પુનઃપ્રાપ્ય ઉર્જા સંયત્રો સહાયકી મેળવીને લઇને તો લેવાય છે. પણ વપરાશમાં લેવાતા નથી. અને જો વલી તેમાં નાની મોટી તુટપુટ થઇ તો તેની મરામત કરાવી પુનઃ કાર્યરત કરવાનો વિચાર તો કોઇને આવતો જ નથી. અમારો ઉદેસ આવા નિરાસાવાદી અભિગમને જડમુળથી ઉખેડી નાખવાનો છે અમે અમારા ઊજારક્ષકો, ઊર્જા આગેવાનો અને ઊજામિત્રઓને પુનઃપ્રાપ્ય ઊર્જા સાધનોના મરામત નિભાવની તાલીમ આપી સુસજજ કરીશુ જેથી તેઓ ગ્રાહકોને જરુરી માર્ગદર્શન પુરુ પાડી શકે. જો અમારો ઊર્જારક્ષકદળ પુનઃપ્રાપ્ય ઊર્જા સાધનો મરામત નિભાવની કામગીરી સંભાલી લે તો આપણે બહુમોટુ સામાજીક યોગદાન કર્યુ ગણાશે. આપણઆ પ્રયત્‍નોથી વપરાયા વગરની વેડફાતી સંપદાનો ઉપયોગ થશે ને બહુ મોટા પાયે ઉજાબચત શકય બનશે.
વલસાડ અને ડાંગ જીલ્લામાં ૯૪ જેટલી આશ્રમશાળાઓ છે પણ માંડ ૧ર શાળાઓ માં સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે અમે જેડાની મોબાઇલ પુનઃપ્રાપ્ય ઉર્જા વાનના નિર્દશન દ્વારા ઊજા કાર્યદક્ષ અને પુનઃપ્રાપ્યત ઊર્જા ટેકનોલોજીની ઉપયોગીતા અને ઉપાદયતાનો સંદે જિલ્લામાં સમસ્ત પ્રસારિત કરવાનુ વિચારી રહ્યા છીએ. આપણે સુર્યકુકર, સૌર ફાનસ, સોલર વોટર હીટર જેવા સંયત્રોનો શાળામાં ઉપયોગ કરવા મટે તેમને સમજાવી શકીએ.
નંદકુમાર કાસર,સંચાલક, જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર

 
 

 

 

   
   Always switch off the lights when you leave a room.

more...